IPL 2021: કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ થઈ ગઈ છે. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. મેચ રદ્દ થવાના કારમે ભારતીય ખેલાડી આઈપીએલ-14ના બીજા તબક્કા માટે યુએઈ જવા રનવાના થશે.


ખેલાડીઓને યુએઈમાં 6 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. બીસીસીઆઈ સૂત્રો મુજબ બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝીના ટીમ બબલ સાથે જોડાતાં પહેલા ખેલાડીઓને 6 દિવસ ક્વોરન્ટાઈન રહેવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રના કહેવા મુજબ, વર્તમાન સ્થિતિને જોતા ઈંગ્લેન્ડથી યુએઈમાં બબલથી બબલ ટ્રાન્સફરનું મહત્વન નથી. અમે તમામ ફ્રેન્ચાઈઝીને તેમના ખેલાડીઓને ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ આપ્યો છે. બીસીસીઆઈ કોઈ રિસ્ક લેવા નથી માંગતું, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રાથમિકતા છે.


આઈપીએલ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.




દર ત્રીજા દિવસે RT-PCR ટેસ્ટ


બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.


આ પણ વાંચોઃ Gujarat Politics: ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઈ પરષોત્તમ રૂપાલાએ શું આપ્યું મોટું નિવેદન ?


IND vs ENG: Manchester Test રદ્દ થવાથી ECBને કેટલા કરોડનું થયું નુકસાન ? આંકડો જાણીને ચોંકી જશો