IPL Auction 2021: આઈપીએલ 2021ની હરાજીમાં પાંચ સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ક્રીસ મોરિસ, કાયલે જેમીસન, ગ્લેન મેક્સવેલ, રીચર્ડસન, કે. ગૌથમ આ ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા છે. ગયા વખતે જે પાંચ ખેલાડી વિદેશી હતા એમાંથી આ સિઝનમાં ભારતીય ખેલાડી કે. ગૌથમની પાંચમા ક્રમમાં એન્ટ્રી થઈ હતી.

સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાને મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે. કાયલે જેમીસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદ્યો છે. મેક્સવેલને બેંગ્લોરે 14.25 કરોડમાં ખરીદ્યો છે. રીચર્ડસનને કિંગ્સ પંજાબે 14 કરોડમાં ખરીદ્યો છે, જ્યારે ક્રિશ્નપ્પા ગૌથમને ચેન્નઈ સુપર કિંગ્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે.



આઈપીએલ 2021ની હરાજી અત્યાર સુધી બોલરોના નામે રહી છે. કાઈલ જૈમીસન, રિચર્ડસન, રાઈલી મેરીડિથ અને ક્રિસ મોરિસ અત્યાર સુધીમાં ખૂબ મોટી રકમાં વેચાયા છે. મોરિસને રાજસ્થાને 16.25 કરોડમાં ખરીદ્યો, રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડમાં, રાઈલી મેરીડિથને પંજાબ કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો છે.