IPL Updates: દુબઈમાં રમાઈ રહેલી આઈપીએલના બીજા તબક્કામાં પ્રેક્ષકોને મેદાનની અંદર આવવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી હાલ પ્રેક્ષકો મેદાનમાં આવીને તેમના સ્ટાર ખેલાડીઓ અને ટીમને ચીયર કરી રહ્યા છે.
ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શુક્રવારે જ્યારે ટકરાયા હતા ત્યારે ધોનીની કેપ્ટનશિપવાળી સીએસકેએ 11 બોલ બાકી રહેતા 4 વિકેટથી મુકાબલો જીતી લીધો હતો.
આ મુકાબલો જોવા માટે અનેક ફેન્સ આવ્યા હતા પરંતુ એક વ્યક્તિ તેના હાથમાં રહેલા પ્લેકાર્ડને લઈ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ વ્યક્તિએ આરસીબીની જર્સી પહેરી હતી અને તેના હાથમાં રહેલા પ્લેકાર્ડમાં લખ્યું હતું, “મને મારી પત્ની ચેન્નઈ સુપર કિંગ્સની જર્સી પહેરવા નથી દેતી.” જેનાથી એમ માનવામાં આવે છે કે પતિ ચેન્નઈ સુપર કિંગ્સને સપોર્ટ કરે છે અને પત્ની વિરાટ કોહલીની આરસીબીની ફેન છે.
સીએસકે ટ્વિટર હેન્ડર પર ફોટો શેર કરીને આપ્યું શાનદાર કેપ્શન
આ દંપત્તિનો ફોટો ચેન્નઈ સુપર કિંગ્સે તેના ટ્વિટર હેન્ડર પર અપલોડ કરીને લાલ અને પીળા હાર્ટવાળા ઈમોજી સાથે પોસ્ટ કરીને શાનદાર કેપ્શન આપ્યું છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, Love is colour blind. સીએસકે દ્વારા આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યા ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ફેન્સે શું આપી પ્રતિક્રિયા
એક ફેને લખ્યું ક્યૂટ તો બીજાએ તલાક આપી દે તેવી કમેંટ કરી હતી. જ્યારે અન્ય એક ફેને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની યાદ અપાવી હતી. કારણકે ફોટામાં જોવા મળતા તમામ લોકોએ ન તો માસ્ક પહેર્યું હતું કે ન તો સોશિયલ ડિસ્ટન્ટ જાળવ્યું હતું.