IPL 2021, CSK vs MI: ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને આપી હાર, બ્રાવોની 3 વિકેટ

CSK vs MI Live Updates: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ વચ્ચે આજે ટી20નો પ્રથમ મુકાબલો રમાયો હતો. આ મેચમાં ચેન્નઈએ મુંબઈને 20 રને હાર આપી છે.

gujarati.abplive.com Last Updated: 19 Sep 2021 11:24 PM
ચેન્નઈ સુપર કિંગ્સની જીત

ચેન્નઈની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 156 રન બનાવ્યા હતા. મુંબઈને જીત માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 136 રન બનાવી શકી હતી. મુંબઈ તરફથી સૌરભ તિવારીએ અણનમ 50 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી. 

ચેન્નઈ સુપર કિંગ્સે  મુંબઈને 20 રને હાર આપી છે. ચેન્નઈ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી.  


ઈશાન કિશન 11 રન બનાવી આઉટ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 11 રન બનાવી આઉટ થયો છે. પોલાર્ડ અને તિવારી રમતમાં છે. 

મુંબઈએ 3 વિકેટ ગુમાવી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 50 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી છે. હાલ ઈશાન કિશન રમતમાં છે.  સૂર્યકુમાર 3 રન બનાવી આઉટ થયો હતો. 

ડી કોક 17 રન બનાવી આઉટ

ચેન્નઈએ આપેલા 157 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. ડી કોક 17 રન બનાવી આઉટ થયો છે. મુંબઈની ટીમે 4.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે. 

મુંબઈને જીત માટે  157 રનનો લક્ષ્યાંક

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 ઓવરમાં  જીત માટે  157 રનનો લક્ષ્યાંક આપ્યો છે.  ઋતુરાજ ગાયકવાડે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર ઈનિંગ રમતા અણનમ 88 રન ફટકાર્યા હતા. ડ્વેન બ્રાવોએ પણ માત્ર 8 બોલમાં 23 રન બનાવી ટીમના સ્કોરને 150 રનને પાર પહોંચાડવા મદદ કરી હતી.

ચેન્નઈનો સ્કોર 17.2 ઓવર 108/5

ચેન્નઈ સુપર કિંગ્સની પાંચ વિકેટ પડી છે. જાડેજા 26 રન બનાવી આઉટ થયો છે. જ્યારે ગાયકવાડ 65 રન બનાવી રમતમાં છે. ચેન્નઈની ટીમે 17.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 108 રન બનાવ્યા છે. 

ધોની 3 રન બનાવી આઉટ

ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. મહેંદ્ર સિંહ ધોની માત્ર 3 રન બનાવીને આઉટ થયો છે. ચેન્નઈની ટીમ અત્યાર સુધીમાં કુલ 4 વિકેટ ગુમાવી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. 6 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર 24/4

ચેન્નઈનો સ્કોર 5 ઓવર બાદ 18-3



રુતુરાજ ગાયકવાડ સતત સારા શોટ રમીને ટીમનો સ્કોર આગળ વધારવાની કોશિશ કરી રહ્યો છે. બીજી તરફ ધોની ખૂબ જ સંભાળીને બેટિંગ કરી રહ્યો છે. 5 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર 18-3




ચેન્નઈની ખરાબ શરુઆત

સુરેન રૈના માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

ચેન્નઈની ખરાબ શરુઆત

ચેન્નઈ સુપરકિંગ્સની ખરાબ શરુઆત થઈ છે. પહેલા ડૂપ્લેસિસ અને પછી મોઈન અલી આઉટ થયો છે. ચેન્નઈની ટીમે માત્ર 2 રનમાં 2 વિકેટ ગુમાવી છે. 

મુંબઈની પ્લેઈંગ ઈલેવન

ક્વિંટન ડિકૉક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, એ સિંહ, કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, સૌરભ તિવારી, એ મિલ્ને, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેટ બોલ્ટ

ચેન્નઈની પ્લેઈંગ ઈલેવન


ફાફ ડુ પ્લેસિસ, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, ધોની, રવિંદ્ર જાડેજા, બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જોશ હેઝલવુડ

પોલાર્ડ મુંબઈનો કેપ્ટન

ચેન્નઈના કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો,તેની જગ્યાએ કીરોન પોલાર્ડ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. 

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો છે. ચેન્નઈની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

ચેન્નઈ અને મુંબઈ વચ્ચે મુકાબલો

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ વચ્ચે થોડીવારમાં ટોસ થશે. 

બ્રેકગ્રાઉન્ડ

CSK vs MI Live Updates: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ વચ્ચે આજે ટી20નો પ્રથમ મુકાબલો રમાયો હતો. આ મેચમાં ચેન્નઈએ મુંબઈને 20 રને હાર આપી છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.