SRH vs CSK : ચેન્નઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 6 વિકેટથી હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું

IPL 2021, Match 44, SRH vs CSK: આઈપીએલમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. ચેન્નઈ સુપર કિંગ્સની હૈદરાબાદ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે.

gujarati.abplive.com Last Updated: 30 Sep 2021 11:09 PM
ચેન્નઈ સુપર  કિંગ્સની જીત

ચેન્નઈ સુપર  કિંગ્સે હૈદરાબાદને 6 વિકેટથી  હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું છે. ધોનીએ છેલ્લા બોલ પર સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. રૈના 2 રન બનાવી આઉટ થયો છે. હાલ ચેન્નઈની ટીમે 15.4 ઓવરમાં 108 રન બનાવી લીધા છે.

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડ 45 રન બનાવી આઉટ થયો છે. હોલ્ડરે સનરાઈઝર્સને પ્રથમ સફળતા અપાવી છે. હાલ ડુપ્લેસિસ રમતમાં છે. 

ચેન્નઈને જીતવા 135 રનનો ટાર્ગેટ

સનરાઈઝર્સે હૈદરાબાદે ચેન્નઈ સુપર  કિંગ્સને જીતવા માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદ તરફથી સૌથી વધુ 44 રન સહાએ બનાવ્યા હતા. અન્ય બેટ્સમેન આજની મેચમાં ફેલ રહ્યા હતા. હેઝલવુડે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.


 

સનરાઈઝર્સ હૈદરાબાદે 2 વિકેટ ગુમાવી

સનરાઈઝર્સ હૈદરાબાદે 2 વિકેટ ગુમાવી છે. રોય 2 રન બનાવી આઉટ થયા બાદ વિલિયમસન 11 રન બનાવી આઉટ થયો છે. હાલ સનરાઈઝર્સે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 49 રન બનાવી લીધા છે.

હૈદરાબાદની શાનદાર શરુઆત

હૈદરાબાદે શાનદાર શરુઆત કરતા 3 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 19 રન બનાવી લીધા છે. સહા અને જેસન રોય રમતમાં છે. 

SRH vs CSK Live:  ચેન્નઈ સુપર  કિંગ્સે ટોસ જીત્યો છે. ચેન્નઈની ટીમે  પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 


હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

આઈપીએલમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે. થોડીવારમાં ટોસ થશે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2021, Match 44, SRH vs CSK: આઈપીએલમાં  આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર  કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. આ મુકાબલામાં  ચેન્નઈ સુપર  કિંગ્સની હૈદરાબાદ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.