IPL Updates: આઈપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. રવિવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં સીએસકેનો 20 રનથી વિજય થયો હતો. આ મેચમાં સુરેશ રૈનીની બેટિંગ નિરાશાજનક રહી હતી. દુબઈમાં રમાયેલા મુકાબલામાં રૈના ડરેલો લાગતો હતો અને સસ્તામાં આઉટ થયો હતો.


રૈનાની બેટિંગ જોઈ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને આલોચના કરી હતી. તેણે કહ્યું, રૈના સ્કૂલના બાળકોને જેમ રમતો હોય તેમ લાગતું હતું. ચેન્નઈએ પ્રતમ બેટિંગ કરતાં 6 વિકેટના નકસાન પર 156 રન બનાવ્યા હતા. તેણે પાવર પ્લેની છ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં રૈનાની વિકેટ પણ સામેલ હતી. તેણે છ બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા અને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો.


રૈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યો છે અને હાલ માત્ર આઈપીએલમાં જ રમે છે. તેની અસર રમત પર પણ જોવા મળી છે. હવે તે પહેલા જેમ રમી શકતો નથી. આ કારણે તે સીએસકેની ટીમમાં ત્રણ નંબર પર નથી રમતો. તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા મોકલાય છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચમાં રૈના સામે બોલ્ટ પ્રથમ બોલ જ શોર્ટ પીચ ફેંક્યો હતો. આ બોલ હંમેશાથી તેની નબળાઈ છે. આ કારણે બોલ્ટે આમ કર્યુ અને તેની અસર પણ જોવા મળી. તે વિચિત્ર રીતે બેટિંગ કરતો હતો અને સહેજ પણ કમ્ફર્ટ જણાતો નહોતો. એક વખત બોલ બેટની કિનારીને અડીને ફાઈન લેગ બાઉન્ડ્રી તરફ ગઈ હતી. પછીના બે બોલ પર સમજ્યા વગર જ બેટ ચલાવ્યું હતું અને રાહુલ ચહરના હાથે કેચ આઉટ થયો હતો.


આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારો ચોથો ખેલાડી છે રૈના


 સીએસકેનો ઓલરાઉન્ડર સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીના લિસ્ટમાં ચોથા ક્રમે છે. તેણે 202 મેચ રમી છે અને5499 રન બનાવ્યા છે. તે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં ત્રીજા ક્રમે છે.