IPL 2021: આઈપીએલની 14મી સીઝનનું આયોજન એપ્રિલ-મેમાં થશે. સીઝન શરૂ થતા પહેલા જ સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે પોતાની કમર કસી લીધી છે. સોશિયલ મીડિયા દ્વારા ડેવિડ વોર્નરે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તે આગામી સીઝનમાં ટીમને વિજાત બનાવવા માટે કોઈ કસર નહીં છોડે.


ડેવિડ વોર્નરે દાવો કર્યો છે કે આ વર્ષે હૈદ્રાબાદને વિજેતા બનાવવાનો પૂરો પ્રયત્ન કરશે. તેમણે કહ્યું, “સનરાઈઝર્સ હૈદ્રાબાદ એક શાનદાર ટીમ છે. ફેન્સ, સ્ટાફ, પ્લેયર અને ગ્રાઉન્ડ સ્ટાફ હૈદ્રાબાદની પાસે બેસ્ટ છે. હું આગામી સીઝનમાં ટીમને વિજેતા બનાવવાના તરફ જોઈ રહ્યો છું.”

ગ્રોઈન ઇન્જરીનો સામનો કરી રહ્યા છે વોર્નર

34 વર્ષના ડેવિડ વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ 2016માં આરસીબીને 8 રનથી હરાવીને વિજેતા બની હતી. વિતેલા વર્ષે ડેવિડ વોર્નરને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે. વોર્નની ટીમ વિતેલી સીઝનમાં પોતાના કેટલાક અનુભવા ખેલાડીઓની ઇજાને કારણે સંઘર્ષ કરતી જોવા મળી હતી.


જણાવીએ કે, સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર હાલમાં પોતાની ગ્રોઈન ઇન્જરીનો સામો કરી રહ્યા છે. વોર્નર વિતેલા વર્ષે ભારત વિરૂદ્ધ વનડે સીરીઝમાં ઇજાગ્રસ્ત થયા હતા. વોર્નરનું કહેવું છે કે, આ ઇજા પૂરી રીતે ઠીક થતા 6 મહિના જેટલો સમય લાગી શકે છે. વોર્નર જોકે 4 માર્ચથી ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.