DC v RR: IPL 2021નો 36મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને  દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા.


દિલ્હીની કેવી રહી ઈનિંગ


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની નબળી શરૂઆત રહી હતી, 21 રન સુધીમાં બંને ઓપનર્સ શિખર ધવન (8 રન) અને પૃથ્વી શૉ (10 રન)ની વિકેટ ગુમાવી હતી. જે બાદ કેપ્ટન પંત (24 રન) અને શ્રેયસ ઐયર (43 રન)ની જોડીએ ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. હેટમાયરે 28 રનનું યોગદાન આપ્યું હતું.


રાજસ્થાન રોયલ્સ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 22 રનમાં 2 તથા ચેતન સાકરિયાએ 33 રનમાં 2 વિકેટ ઝડપી હતી.  કાર્તિક ત્યાગી અને રાહુલ તેવટિયાને 1-1 સફળતા મળી હતી.


બંને ટીમ આ પ્રમાણે છે


રાજસ્થાન રોયલ્સઃ યશસ્વી જયસ્વાલ, ડેવિડ મિલર, સંજૂ સેમસન, લિયામ લિવિંગસ્ટોન, મહિપાલ લોમરોર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, તબરેઝ શમ્સી, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, કાર્તિક ત્યાગી


દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન,શ્રેયસ ઐયર  રિષભ પંત, લલિત યાદવ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, એનરિક નોર્ત્યા, આવેશ ખાન


હાલ કોણે છે પોઈન્ટ ટેબલમાં ટોચ પર


આજની મેચ પહેલા CSK ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ નેટ રન રેટને કારણે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. 14 પોઇન્ટ સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ બીજા સ્થાને છે. આરસીબી હાલમાં 10 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પરંતુ આરસીબીનો નેટ રન રેટ સૌથી ખરાબ છે. જો KKR અને રાજસ્થાન પોતાની આગામી મેચ જીતવામાં સફળ રહે તો RCB ને ટોપ 4 માંથી બહાર થવું પડશે. KKR ની ટીમ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ પણ 8 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સના પણ 8 પોઈન્ટ છે પરંતુ કેકેઆર અને રાજસ્થાન તરફથી નબળા નેટ રેટને કારણે તેઓ છઠ્ઠા સ્થાને છે. કિંગ્સ ઇલેવન પંજાબ 6 પોઇન્ટ સાથે સાતમા અને સનરાઇઝર્સ હૈદરાબાદ બે પોઇન્ટ સાથે ટેબલમાં છેલ્લા સ્થાને છે.