DC vs SRH, Match Highlights: દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવ્યું, પોઇન્ટસ ટેબલમાં ટોપ પર પહોંચી

IPL 2021, DC vs SRH: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ના બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હીનો વિજય થયો હતો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Sep 2021 11:05 PM
દિલ્હી પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી

દિલ્હી કેપિટલ્સની ટીમે 18 ઓવરમાં  બે વિકેટના નુકસાન પર ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો શ્રેયસ ઐય્યરે અણનમ 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિખર ધવન 42 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રિષભ પંતે 21 બોલમાં 35 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.

હૈદરાબાદની બીજી વિકેટ પડી

રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી હતી. શિખર ધવન 42 રન બનાવી આઉટ થયો હતો. અત્યાર સુધીમાં 11 ઓવરમાં બે વિકેટ ગુમાવી 73 રન બનાવ્યા હતા.

પૃથ્વી શો આઉટ

ખલીલ અહમદે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. પૃથ્વી શો 11 રન બનાવી આઉટ થયો હતો.

હૈદરાબાદે 134 રન બનાવ્યા

હૈદરાબાદે દિલ્હીને જીતવા માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 134 રન કરી શકી હતી. દિલ્હી તરફથી રબાડાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય એનરિચ અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન ભેગી

કેદાર જાધવ ત્રણ રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ હતી. 13 ઓવરમાં હૈદરાબાદની ટીમે પાંચ વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા હતા.

હૈદરાબાદે ચાર વિકેટ ગુમાવી

હૈદરાબાદે 74 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. કેન વિલિયમ્સન અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. તે 18 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.

કગિસો રબાડાની ઘાતક બોલિંગ

કગિસો રબાડાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે તેણે પ્રથમ બોલ પર મનીષ પાંડેને આઉટ કર્યો હતો. હાલમાં હૈદરાબાદ તરફથી અબ્દુલ સમદ અને કેદાર જાધવ બેટિંગ કરી રહ્યા છે.

અક્ષર પટેલની સારી બોલિંગ

અક્ષર પટેલે એકવાર ફરી સારી બોલિંગ કરી હતી. તેણે એક જ ઓવરમાં ચાર સિંગલ આપ્યા હતા. મનીષ પાંડે અને કેન વિલિયમ્સન રમતમાં છે. આઠ ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર બે વિકેટના નુકસાન પર 43 રન પર પહોંચ્યો છે.

હૈદરાબાદને બીજો ઝટકો, સહા 18 રન બનાવી આઉટ

કગિસો રબાડાની આ ઓવરમાં રિદ્ધિમાન સહાએ પ્રથમ બોલ પર સિક્સ ફટકારી હતી. જોકે, રબાડાએ વાપસી કરતા અંતિમ બોલ પર સહાને 18 રન પર આઉટ કર્યો હતો. પાંચ ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર બે વિકેટ પર 29 રન પર પહોંચ્યો હતો.

હૈદરાબાદને પ્રથમ ઝટકો

સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ ઝટકો લાગ્યો છે. ડેવિડ વોર્નર શૂન્ય પર આઉટ થયો હતો.

દિલ્હીની પ્લેઇંગ ઇલેવન

પૃથ્વી શો, શિખર ધવન, ઋષભ પંત , માર્ક્સ સ્ટોઇનિસ, શિમરન હેટમેર, અક્ષર પટેલ, આવેશ ખાન, આર અશ્વિન, કૈગિસો રબાડા, એનરિક નોર્ખિયા

હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન

હૈદરાબાદની ટીમઃ ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, રિદ્ધિમાન સહા, મનીષ પાંડે, કેદાર જાધવ, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, ભુવનેશ્વર કુમાર

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ના બીજા તબક્કામાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આઇપીએલ પોઇન્ટ ટેબલમાં દિલ્હી બીજા નંબર પર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.