મુંબઈ: ઈન્ડિયન પ્રીમયિર લીગ 2021 (IPL)ની બીજી મેચ શનિવારે ચેન્નઈ સપુર કિગ્સ અને દિલ્હી કેપિટલ્સ (DC vs CSK)  વચ્ચે રમાવાની છે.  મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals)ગયા વર્ષે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. જો કે, અંતિમ મેચમાં તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં દિલ્હીની ટીમ ટાઇટલ પોતાને નામે કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.  ગત સીઝનમાંમાં સીએસકેનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું.



આ વખતે રિષભ પંત (Rishabh Pant) દિલ્હીની કમાન સંભાળી રહ્યો છે. દિલ્હીની ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયા બાદ દિલ્હીની કેપ્ટનશિપ પંતને સોંપવામાં આવી છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની આગેવાળી સીએસકે આ સીઝનમાં ગત વર્ષનું ખરાબ પ્રદર્શન ભૂલીને આગળ વધવા માંગશે. બન્ને ટીમે વચ્ચે કાંટાની ટક્કર રહેશે. એવામાં બન્નેની ટીમમાં સંભવિત પ્લેઈંગ ઈલેવન નીચે પ્રમાણે હોઈ શકે છે. 


 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ 11  :  શિખર ધવન, પૃથ્વી શૉ, સ્ટીવ સ્મિથ, રિષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઇનિસ, આર અશ્વિન, ક્રિસ વોક્સ, ઉમેશ યાદવ, ઇશાત શર્મા, અમિત મિશ્રા


ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ 11:   ઋતુરાજ ગાયકવાડ / રોબિન ઉથપ્પા, ફાફ ડુપ્લેસી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, મોઇન અલી, સેમ કરણ, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર.


MI vs RCB, IPL 2021 Highlights:  સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને RCBએ 2 વિકેટથી હરાવ્યું


રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું હતું. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બેંગલોરે 20 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.  આ મેચનો હીરો ડિવિલિયર્સ રહ્યો હતો.  એબી ડિવિલિયર્સે  સૌથી વધારે 28 બોલમાં 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 29 બોલમાં 4 ફોરની મદદથી 33 રન કર્યા હતા.  કોહલી અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. ગ્લેન મેક્સવેલ 39 રન કર્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ અને માર્કો જાનસેને 2-2 વિકેટ ઝડપી હતી.