RR vs PBKS Live Score, IPL 2021: IPL 2021ની ચોથી મેચમાં  કિંગ્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને  4 રને હાર આપી છે.   222 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 217 રન બનાવી શકી હતી.  કેપ્ટન સંજુ સેમસને આક્રમક ઈનિંગ રમી સદી ફટકારી છતાં ટીમની હાર થઈ હતી. સેમસન લીગમાં કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં સદી મારનાર પ્રથમ પ્લેયર બન્યો છે. તેણે 63 બોલમાં 12 ફોર અને 7 સિક્સની મદદથી 119 રન બનાવ્યા હતા.



પંજાબ કિંગ્સે આઈપીએલ ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સને જીત માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 221 રન કર્યા છે. લોકેશ રાહુલ પોતાના IPL કરિયરની 22મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે દિપક હુડાએ 28 બોલમાં 64 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ચેતન સાકરિયાએ 3, ક્રિસ મોરિસે 2, જ્યારે રિયાન પરાગે 1 વિકેટ લીધી. ​​​​



આઈપીએલ 2021 ની ચોથી મેચમાં આજે  રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે મુકાબલો છે. રાજસ્થાને  ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો.


રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPL 2021ની ચોથી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમમાં શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન અને રિલે મેરેડીથ ડેબ્યુ કરી રહ્યા છે.


રાજસ્થાન પ્લેઈંગ-11: જોસ બટલર (વિકેટકીપર), મનન વોહરા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન


પંજાબ પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ