IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને લઈ મોટા સમાચાર સામે  આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની સફળ ખતમ થઈ ગઈ છે. હરભજને ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીનું લિસ્ટ આજે સાંજે જાહેર થશે.


હરભજન સિંહે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટનો આભાર માન્યો છે. તેણે કહ્યું, સીએસકે સાથે મારી સફર પૂરી થઈ ગઈ છે.  સીએસકે સાથેની મારી યાદોને હું ક્યારેય નહીં ભૂલું. મેનેજનેન્ટે હંમેશા મારો સાથ આપ્યો હતો, તે બદલ હું તેમનો આભારી છું.



હરભજન સિંહ 2018માં સીએસકે સાથે જોડાયો હતો અને તે વર્ષે ત્રીજી વખત સીએસકે ચેમ્પિન બન્યું હતું. 2019માં પણ તે સીએસકે તરફથી રમ્યો હતો. 2020ની આઈપીએલમાં હરભજન અંગત કારણોસર દુબઈ રમવા ગયો નહોતો.

2020માં સીએસકેનો દેખાવ કંગાળ રહ્યો હતો અને પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. સુરેશ રૈના અને કેદાર જાધવની કિસ્મતનો ફેંસલો કેપ્ટન ધોની પર છોડી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પીયૂષ ચાવલા અને મુરલી વિજયને ટીમથી બહાર કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.