IND Vs AUS: ભારતએ ઓસ્ટ્રેલિયાને બ્રિસ્બેન ટેસ્ટમાં હરાવીને બોર્ડર ગાવસકર સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. બ્રિસ્બેન ટેસ્ટની જીતને ઈન્ડિયાની સૌથી ઐતિહાસિક જીત કહેવાય છે. ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાનું મીડિયા પર ટીમ ઇન્ડિયા પર આફરીન થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાના મીડિયાએ તેને સૌથી શાનદાર વાપસી સાથે મળેલ જીતમાંથી એક ગણાવી છે.

એડીલેડમાં પોતાના લોએસ્ટ ટેસ્ટ સ્કોર 36 રન પર આઉટ થયા બાદ ભારતીય ટીમે સીરીજ 2-1થી પોતોના નામે કરી. સીરીઝ જીત બાદથી જ ઓસ્ટ્રેલિયન મીડિયા ભારતીય ટીમના વખાણ કરતાં નથી થાકી રહ્યું.

ધ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, ભારતે ગાબામાં જીત મેળવીને ચમત્કાર કરી દીધો. તેમાં કહ્યું કે, ‘સ્ટાર ખેલાડી વગર, સંઘર્ષ સાથે અને ઇજાગ્રસ્ત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની પૂરી મજબૂત ટીમને મેચમાં ટકવાની કોઈ તક જ ન આપી.’


ટિમ પેનની કાઢી ઝાટકણી

ફોક્સસ્પોર્ટે કહ્યું, “જો તમે આઘાતમાં છો દો ગભરાશો નહીં, તમે એકલા નથી. ભારતે હાલમાં જ બોર્ડર ગાવસકર ટ્રોફી જીતી લીધે છે. ટેસ્ટ ક્રિકેટમા ભારતની સૌથી શાનદાર જીતમાંથી એક છે.”

વેબસાઇટ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂએ કહ્યું, “ઇન્ડિયન સમર. ગાબામાં જીતનો સિલસિલો તૂટ્યો. ભારતે વિષમતાઓની વચ્ચે ગાબા પર શાનદાર જીત મેળવી.”

ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન ટિમ પેન સીરીઝમાં હાર બાદથી જ નિશાના પર્ છે. સિડની મોર્નિંગ હેરાલ્ડે ભારતીય સ્પિનર આર અશ્વિન પર સિડની ટેસ્ટ દરમિયાન ખેલાડીઓની કાટછાટ કરવા માટે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનની ઝાટકણી કાઢી છે.

જણાવીએ કે, એડિલેડ ટેસ્ટ બાદ ટીમ ઇન્ડિયા ચાર મેચની સીરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ હતી. પરંતુ ઇન્ડિયાએ મેલબર્ન અને બ્રિસ્બેન ટેસ્ટ જીતીને સીરીઝ પોતાના નામે કરી. સિડની ટેસ્ટ ડ્રો રહી હતી.