IPL 2021: કોરોનાએ વધાર્યું BCCIનું ટેન્શન, આઈપીએલ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Feb 2021 08:10 AM (IST)
BCCI પાસે આયોજન માટે ઘણા વિકલ્પ છે અને તે પ્રમાણે હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં યોજાઈ શકે છે. આ ઉપરાંત ફાઇનલ અમદાવાદમાં રમાવાની સંભાવના છે.
Photo- BCCI
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગના ભારતમાં આયોજનને લઈ બીસીસીઆઈની ચિંતા વધી શકે છે. ચાલુ વર્ષે બીસીસીઆઈ મુંબઈ અને મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં મેચો યોજવાનું વિચારતું હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતાં બીસીસીઆઈએ બીજા વિકલ્પ શોધવા પડી શકે છે. ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન એપ્રિલ-મે મહિનામાં થવાનું છે. બીસીસીઆઆઈ આઈપીએલ 14ના આયોજન માટે ચારથી પાંચ સ્થાનો પર વિચારણા કરી રહી છે. આ પહેલા વાનખેડા, બ્રેબોર્ન, ડીવાય પાટિલ અને રિલાયન્સ સ્ટેડિયમ હોવાના કારણે ત્યાં બાયો બબલ બનાવીને ટુર્નામેન્ટના આયોજનની અટકળો લગાવાતી હતી. પરંતુ કરોરોના વાયરસના વધતા મામલાથી મુંબઈમાં આઈપીએલ યોજવાની સંભાવના ખતમ કરી દીધી છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, આઈપીએલ શરૂ થવામાં હજુ એક મહિનાનો સમય બાકી છે પરંતુ નિશ્ચિત રીતે કેટલાક ફેંસલા લેવાના છે. મુંબઈમાં મામલા વધી રહ્યા હોવાથી આયોજન કરવું જોખમ ભર્યુ હશે. BCCI પાસે આયોજન માટે ઘણા વિકલ્પ છે અને તે પ્રમાણે હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં યોજાઈ શકે છે. આ ઉપરાંત ફાઇનલ અમદાવાદમાં રમાવાની સંભાવના છે.