KKR vs RCB: કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 4 વિકેટથી હરાવી ક્વોલીફાયર 2માં બનાવી જગ્યા
IPL 2021, Match 58, CSK vs RCB: IPL 2021 માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી.
રોમાંચક મુકાબલામાં બેંગ્લુરુને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર 2માં પહોંચી છે. સુનિલ નરીન જીતનો હીરો રહ્યો છે. સુનિલે 4 વિકેટ ઝડપી અને 26 રન બનાવ્યા હતા.
કોલકાતાને લાગ્યો બીજો ઝટકો, રાહુલ ત્રિપાઠી માત્ર 6 રન બનાવી આઉટ થયો છે. અય્યર 23 અને નીતિશ રાણા 10 રન બનાવી રમતમાં છે. હાલ કોલકાતાનો સ્કોર 2 વિકેટ ગુમાવી 9.3 ઓવરમાં 69 રન છે.
કોલકાતાને લાગ્યો મોટો ફટકો શુભમન ગિલ 29 રને આઉટ. કોલકાતના હાલ 5.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 41 રન છે. વેંકટેશ અય્યર 12 રન બનાવી રમતમાં છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર શરુઆત કરી છે. કોલકાતાનો સ્કોર 5 ઓવરમાં 40 રનને પાર થયો છે. શુભમન ગિલ 29 રન બનાવી રમતમાં છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગ્લુરુ તરફથી સૌથી વધુ રન કોહલીએ 39 બનાવ્યા હતા. બાકી તમામ બેટ્સમેન સારો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કોલકાતા તરફથી શાનદાર બોલિંગ કરતા સુનિલ નરેને 4 વિકેટ ઝડપી હતી.
રોયલ ચેેલેન્જર્સને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. એબી ડિવિલિસર્ય માત્ર 11 રન બનાવી આઉટ થયો છે. સુનિલ નરીનનો તરખાટ જોવા મળ્યો છે. તેણે 3 વિકેટ ઝડપી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને મોટો ફટકો લાગ્યો છે. વિરાટ કોહલી 39 રન બનાવી આઉટ થયો છે. હાલ ટીમનો સ્કોર 14.2 ઓવરમાં 100 રનને પાર પહોંચ્યો છે. ડિવિલિયર્સ અને મેક્સવેલ રમતમાં છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને બીજો ફટકો લાગ્યો છે. શ્રીકર ભરત 9 રન બનાવી આઉટ થયો છે. રોયલ ચેલેન્જર્સનો સ્કોર 11 ઓવરમાં 80 રનને પાર થયો છે.
શારજાહમાં આજે કોલકાતા અને બેંગ્લુરુ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં બંને ટીમો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
IPL 2021 માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચ હારનાર ટીમનો પ્રવાસ ટૂર્નામેન્ટમાં સમાપ્ત થશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2021, Match 58, CSK vs RCB: IPL 2021 માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 4 વિકેટથી હરાવી ક્વોલીફાયર 2માં જગ્યા બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -