KKR vs SRH : કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની શાનદાર ઈનિંગ

IPL 2021, Match 49, KKR vs SRH: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો.

gujarati.abplive.com Last Updated: 03 Oct 2021 11:00 PM
કોલકાતાએ હૈદરાબાદને 6 વિકેટથી હાર આપી

કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદને 6 વિકેટથી હાર આપી છે. કોલકાતા તરફથી શુભમન ગિલે  શાનદાર ઈનિંગ રમી હતી.

KKR vs SRH Live: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 116 રનનો ટાર્ગેટ આપ્યો


પ્રિયમ ગર્ગ 21 રન બનાવી આઉટ

સનરાઈઝર્સ હૈદરાબાદને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રિયમ ગર્ગ 21 રન બનાવી આઉટ થયો છે. હાલ હોલ્ડર રમતમાં છે.  હૈદરાબાદે 15.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 79 રન બનાવ્યા છે.

સનરાઈઝર્સ  હૈદરાબાદની ખરાબ શરુઆત

સનરાઈઝર્સ  હૈદરાબાદની શરુઆત ખૂબ જ ખરાબ રહી છે. હૈદરાબાદે 12 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી દિધી છે. હાલ પ્રિયમ ગર્ગ 17 રને રમતમાં છે. 

સનરાઈઝર્સે ટોસ જીત્યો

IPL 2021 ની 49 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે.  પ્લેઓફની રેસમાં રહેવા કોલકાતાએ આજે ​​જીત નોંધાવવી પડશે. ટીમના 10 પોઈન્ટ છે અને તે સિવાય અન્ય ત્રણ ટીમો પાસે પણ સમાન પોઈન્ટ છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2021, Match 49, KKR vs SRH: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો.  સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદને 6 વિકેટથી હાર આપી છે. કોલકાતા તરફથી શુભમન ગિલે  શાનદાર ઈનિંગ રમી હતી.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.