KKR vs RCB : કોલકાતા નાઈટ રાઈડર્સની બેંગ્લુરુ સામે 9 વિકેટથી શાનદાર જીત

IPL 2021, Match 31, KKR Vs RCB:   કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના મુકાબલામાં કોલકાતાની 9 વિકેટથી શાનદાર જીત થઈ છે.

gujarati.abplive.com Last Updated: 20 Sep 2021 10:24 PM
કોલકાતા નાઈટ રાઈડર્સની 9 વિકેટથી શાનદાર જીત

રોયલ ચેલેન્જર્સ  બેગ્લુરુ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની 9 વિકેટથી શાનદાર જીત થઈ છે. કોલકાતાએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવ્યો હતો. બેેંગ્લુરુએ જીત માટે 93 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમતા 48 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 41 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. 

જીત માટે 16 રનની જરુર

કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર શરુઆત કરતા 8.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 77 રન બનાવ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર શરુઆત

કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર શરુઆત કરતા 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 45 રન બનાવ્યા છે. શુભમન ગિલ અને વેંકટેશ અય્યર રમતમાં છે. 

કોલકાતાને જીત માટે 93 રનનો લક્ષ્યાંક
બેંગ્લુરુની ટીમ માત્ર 92 રન બનાવી ઓલઆઉટ

KKR vs RCB Live Updates:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ માત્ર 92 રન બનાવી ઓલઆઉટ થઈ છે. બેંગ્લુરુની ટીમે 19 ઓવરમાં 92 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. કોલકાતા તરફથી શાનદાર બોલિંગ કરતા  વરુણ-રસેલે 3-3 વિકેટ ઝડપી હતી.

બેંગ્લુરુએ 66 રનમાં ગુમાવી 7 વિકેટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું શરુઆત ખૂબ જ ખરાબ રહી છે. 

મેક્સવેલ 10 રન બનાવી આઉટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને વધુ એક ઝટકો લાગ્યો છે. મેક્સવેલ 10 રન બનાવી આઉટ થયો છે. 11.4 ઓવરમાં બેંગ્લુરુએ 5 વિકેટ ગુમાવી 63 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું શરુઆત ખૂબ જ ખરાબ રહી છે. 

ડિવિલિયર્સ આઉટ

એબી ડિવિલિયર્સ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. બેંગ્લુરુએ 57 રનમાં 4 વિકેટ ગુમાવી છે.  હાલ મેક્સવેલ 8 રન બનાવી રમતમાં છે. 

બેંગ્લુરુને વધુ એક ઝટકો

KKR vs RCB Live Updates:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને વધુ એક ઝટકો લાગ્યો છે.   શ્રીકર ભરત  16 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લુરુએ 8.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 51 રન બનાવ્યા છે. 

પડીકલ 22 રન બનાવી આઉટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને લાગ્યો બીજો ઝટકો લાગ્યો છે.  પડીકલ 22 રન બનાવી આઉટ થયો છે. હાલ મેક્સવેલ અને 5 રને રમતમાં છે.  

દેવદૂત પડ્ડીકલ 17 રને રમતમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 35 રન બનાવ્યા છે. દેવદૂત પડ્ડીકલ 17 રને રમતમાં છે. 

કોહલી 5 રન બનાવી આઉટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને પ્રથમ ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી માત્ર 5 રન બનાવી આઉટ થયો છે. પ્રસિદ્ધ  ક્રિષ્ણાએ વિકેટ ઝડપી છે. બેંગ્લુરુનો સ્કોર 10/1

કોહલીએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

 


રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેંગ્લુરુની ટીમ આ મેચમાં નવી જર્સી પહેરીને રમી રહી છે. કોહલી મુજબ આ નવી જર્સી કોવિડની સામે લડાઈ લડતા કોરોના વોરિયર્સને સન્માન આપવા માટે પહેરી છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2021, Match 31, KKR Vs RCB:  આઈપીએલ 2021માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના મુકાબલામાં કોલકાતાની  9 વિકેટથી શાનદાર જીત થઈ છે.   આઈપીએલમાં અત્યાર સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે 28 મુકાબાલા થયા છે. જેમાં 15માં કેકેઆરની જીત થઈ છે જ્યારે 13 મેચમાં આરસીબીને જીત મળી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.