આ મામલે જાણકારી રાખનાર એક સૂત્રએ આઈએએનએસને કહ્યું, “હાલમાં મુંબઈમાં ચાર સ્ટેડિયમોમાં લીગ મેચની મેજબૂની કરવાની ચર્ચા છે. તેમાં બ્રેડબોર્ન સ્ટેડિયમ, વાનખેડે સ્ટેડિયમ, ડી. વાઈ પાટિલ સ્ટેડિયમ અને રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ સામેલ છે. પ્લેઓફ મેચોનું આયોજન અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે.”
તેમણે આગળ કહ્યું કે, “જોકે તેની હાલમાં સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. ટૂર્નામેન્ટનું આયોજન એપ્રિલના બીજા સપ્તાહ અથવા ત્યાર બાદ કરવામાં આવી શકે છે.”
સૈયદ મુશ્તાક અલી ટી20 અને વિજય હઝારે વનડે જેવી ઘરેલુ ટૂર્નામેન્ટની સફળ મેજબાનીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને ભારતમાં આઈપીએલ કરાવવાનો રસ્તો સરળ કરી દીધો છે. કોરોનાને કારણે આઈપીએલ 2020નું આયોજન યૂએઈમાં થયું હતું.
બીસીસીઆઈ કોષાધ્ય7 અરૂણ ધૂમલે વિતેલા મહિને કહ્યું હતું કે, આઈપીએલ 2021 ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. તેમણે આઈએએનએસને કહ્યું હતું, “જેમ કે હાલમાં હજુ સુધી નક્કી નથી થયું કે આઈપીએલ ભારતમાં થશે. જો એવી સ્થિતિ રહેશે (ભારતમાં કોરોના કેસ ઘટશે) તો તે ભારતમાં થવી જોઈએ.”