IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) નો રોમાંચ હવે ટોપ પર છે. ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે લડી રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. મહેંદ્ર સિંહ ધોનીની ટીમ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સાથે જ 18 પોઈન્ટ સાથે દિલ્હી બીજા ક્રમે છે. 14 પોઈન્ટ સાથે બેંગ્લુરુની ટીમ ત્રીજા ક્રમે છે. જ્યારે 10 પોઈન્ટ સાથે કોલકાતાની ટીમ ચોથા ક્રમ પર છે.  આઈપીએલ (Indian Premier League)ના બીજા તબક્કાની સફર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે સરળ રહી નથી. યુએઈ આવ્યા બાદ તેને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


કેટલીક મેચ બાદ હવે પ્લેઓફનું ચિત્ર પણ સ્પષ્ટ થશે. ખેલાડીઓ તેમની ટીમને જીતવા માટે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોમાંચક મેચમાં બેટ્સમેનોના બેટમાંથી રન બહાર આવી રહ્યા છે. બેટ્સમેનો પોતાના પ્રદર્શનથી ટીમને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલું જ નહીં, તેમની નજર ઓરેન્જ કેપ પર પણ છે.


આઈપીએલ 14માં મુંબઈ ઈન્ડિયન્સનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે અને પોઇન્ટ ટેબલમાં સાતમાં ક્રમે છે તથા પ્લેઓફમાં પહોંચવાની સંભાવના ઓછી છે. મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોટ શેન બોન્ડે દાવો કર્યો છે કે તેમની ટીમ હજી પણ ટુર્નામેંટમાં બનેલી છે. તેણે સ્વીકાર કર્યો કે, મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. અમે ઠીક ઠાક રમ્યા છીએ. અમને ખબર છે કે સર્વશ્રેષ્ઠ રમત રમ્યા નથી તેમ છતાં પ્લેઓફની રેસમાં છીએ.


મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફની રેસમાં બની રહેવા માટે બાકીની બંને મેચ જીતવી જરૂરી છે. બોલિંગ કોચે કહ્યું, અમારે રાહ જોવી પડશે. જો અમે આગામી બંને મેચ જીતીએ અને કેટલાક પરિણામ અમારી તરફેણમાં આવે તો આગળ વધી શકાય તેમ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 મેચમાં 10 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે.