Rajasthan Royals vs Mumbai Indians: આઇપીએલ 2021માં આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. જો પ્લે ઓફમાં પહોંચવું હશે તો બંન્ને ટીમો માટે આજની મેચ જીતવી ખૂબ જરૂરી છે. આ મેચમાં જે ટીમ જીતશે તે પ્લે ઓફની રેસમાં જળવાઇ રહેશે.


રોહિતની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલના બીજા તબક્કામાં પોતાની પાંચમાંથી ચાર મેચ હારી ચૂકી છે. બીજી તરફ અનેક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સની ટીમે યુએઇમાં શાનદાર દેખાવ કર્યો છે. બંન્ને ટીમો આ મેચમાં રન રેટને સારો કરવાનો પ્રયાસ કરશે. મુંબઇ અને રાજસ્થાન વચ્ચે અંતિમ મેચમાં મુંબઇએ રાજસ્થાનને સાત વિકેટથી હાર આપી હતી.


આઇપીએલ પોઇન્ટ ટેબલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાનના  12 મેચમાં પાંચ જીત સાથે 10 પોઇન્ટ છે. જોકે રાજસ્થાનની ટીમનો નેટ રન રેટ મુંબઇની ટીમના નેટ રન રેટ કરતા સારો છે. રાજસ્થાન પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા અને મુંબઇ સાતમા ક્રમ પર છે.


રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વચ્ચે આઇપીએલમાં કુલ 24 મેચ રમાઇ છે. જેમાંથી મુંબઇએ 12 મેચમાં વિજય મેળવ્યો હતો. જ્યારે 11 વખત રાજસ્થાનની ટીમનો વિજય થયો છે. જ્યારે બંન્ને વચ્ચે એક મેચમાં કોઇ પરિણામ આવ્યું નહોતું.


T20 World Cup: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો લાખોમાં વેચાઈ


ટી20 વર્લ્ડ કપ 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આઇસીસી દ્વારા 3 ઓક્ટોબરથી ટુર્નામેન્ટની ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સોમવારે આ માહિતી આપી હતી. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. સૌથી મોંઘી ટિકિટની કિંમત આશરે 2 લાખ રૂપિયા છે, જે સામાન્ય કરતાં લગભગ 333 ગણી મોંઘી છે.


જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલો ઘા આપનોઃ જાણો કઈ બેઠક પર મેળવી જીત


ઓખા પછી થરા નગર પાલિકામાં પણ ભાજપનો ડંકો વાગ્યો, વોર્ડ નંબર-1માં આખી પેનલ જીતી


પાકિસ્તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે – UNમાં ભારત