IPL 2021:  કોરોના વાયરસ મહામારીની વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સિઝનની આજથી શરૂઆત થઇ રહી છે. ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ  (Mumbai Indians) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB)વચ્ચે આજે ઓપનિંગ મેચ રમાશે. મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના સૌથી વિશ્વાસું ખેલાડી કિરન પોલાર્ડ (Kieron Pollard)ની નજર ઈતિહાસ રચવા પર રહેશે. પોલાર્ડ આઈપીએલના ઈતિહાસમાં 200 સિક્સ મારનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થવા માટે માત્ર 2 સિક્સ દૂર છે. 



પોલાર્ડ (Kieron Pollard) 2010 માં ડેબ્યૂ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મહત્વપૂર્ણ  હિસ્સો બની ગયો છે. પોલાર્ડે અત્યાર સુધીમાં 164 આઇપીએલ મેચ રમી છે. તેણે 164 મેચની 147 ઇનિંગ્સમાં 198 સિક્સર ફટકારી છે. આરસીબી (RCB) સામેની મેચમાં બે સિક્સર ફટકારીને પોલાર્ડને ટૂર્નામેન્ટમાં 200 સિક્સર નોંધાવાની સારી તક છે.


 


આઈપીએલ (IPL)માં પોલાર્ડનો રેકોર્ડ ખૂબજ શાનદાર છે. પોલાર્ડે 147 ઈનિંગમાં લગભગ 30થી એવરેજથી 150 સ્ટ્રાઈક રેટ સાથે 3023 રન બનાવ્યા છે. પોલાર્ડ આઈપીએલમાં 15 અડધી સધી નોંધાવી ચૂક્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 83 રન છે. 



બેટિંગ સિવાય પોલાર્ડે મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને બોલિંગથી જીત પણ અપાવી છે. પોલાર્ડ આઈપીએલની 92 ઈનિંગમાં બોલિંગ કરતા 60 વિકેટ લેવામાં સફળ થયો છે. 


આ ખેલાડીઓએ નોંધાવ્યા છે 200થી વધુ સિક્સ 


જો કે, પોલાર્ડ આઈપીએલમાં 200 સિક્સ નોંધાવનાર પહેલો ખેલાડી નહીં બને. આ પહેલા પાંચ ખેલાડીઓએ આઈપીએલમાં 200થી વધુ સિક્સ ફટકારી ચૂક્યા છે. સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલ (Chris Gayle)ના નામે છે જેણે આ ટૂર્નામેન્ટમાં 349 સિક્સ મારી છે. બીજા નંબર પર એબી ડી વિલિયર્સ છે જે 235 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો છે. 216 સિક્સર સાથે ધોની ત્રીજા, રોહિત શર્મા 213 સિક્સર સાથે ચોથા અને વિરાટ કોહલી 201 સિક્સર સાથે પાંચમા ક્રમે છે.


આવી હોઇ શકે છે Playing 11.....



મુંબઇ ઇન્ડિયન્સ :  ક્રિસ લિન, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન (વિકેટકીપર), કીરોન પોલર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, નાથન કુલ્ટર નાઇલ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ....