PBKS vs RR: રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રને આપી હાર

IPL 2021, Match 31, PBKS vs RR: IPL-14ની 31મી મેચ આજે મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સની 2 રનથી જીત થઈ છે.

gujarati.abplive.com Last Updated: 21 Sep 2021 11:44 PM
રાજસ્થાને હારેલી બાજી જીતી

રાજસ્થાને હારેલી બાજી જીતી લીધી છે. રાજસ્થાને પંજાબને 2 રનથી હરાવ્યું છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે શાનદાર ઈનિંગ રમતા ટીમને જીતની નજીક પહોંચાડી દિધી હતી. પરંતુ રાહુલ અને અગ્રવાલના આઉટ થયા બાદ ટીમ સારુ પ્રદર્શન ન કરી શકી. 


 

રાજસ્થાનની ટીમે પંજાબ કિંગ્સને 2 રને હાર આપી

રોમાંચક મેચમાં રાજસ્થાનની ટીમે પંજાબ કિંગ્સને 2 રને હાર આપી છે. છેલ્લી ઓવરમાં બેક ટુ બેક 2 વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. 

પંજાબનો સ્કોર 15.3 ઓવરમાં 2/151 

પંજાબ કિંગ્સે શાનદાર ઈનિંગ રમતા સ્કોર 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 151  રન બનાવ્યા છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે શાનદાર ઈનિંગ રમી હતી. કેએલ રાહુલ 49 રન બનાવી અને મયંક 67 રન બનાવી આઉટ થયો હતો.

પંજાબનો સ્કોર 100 રનને પાર

પંજાબ કિંગ્સે શાનદાર ઈનિંગ રમતા સ્કોર 100 રનને પાર થયો છે. રાહુલ અને મયંક અગ્રવાલ રમતમાં છે. મયંક અગ્રવાલે 38 બોલમાં 62 રન બનાવ્યા છે. 

પંજાબ સ્કોર 7.4 ઓવરમાં 70 રન

પંજાબ કિંગ્સે શાનદાર ઈનિંગ રમતા સ્કોર 50 રનને પાર થયો છે. રાહુલ અને મયંક અગ્રવાલ રમતમાં છે. પંજાબે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 7.4 ઓવરમાં 70 રન બનાવી લીધા છે. 

પંજાબ કિંગ્સે શાનદાર શરુઆત કરી

પંજાબ કિંગ્સે શાનદાર શરુઆત કરી છે. પંજાબે 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 41 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 30 અને મયંક અગ્રવાલ 9 રને રમતમાં છે. 

પંજાબ કિંગ્સને જીતવા 186 રનનો લક્ષ્યાંક

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને જીતવા 186 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન તરફથી યશશ્વી જયશ્વાલે 49 અને લોમોરે 43 રનની ઈનિંગ રમી હતી. પંજાબ કિંગ્સ તરફથી શાનાદર બોલિંગ કરતા  અર્શદીપ સિંહે 5 વિકેટ ઝડપી  હતી.

રાજસ્થાનનો સ્કોર 175/6

રાજસ્થાનની ટીમે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 175 રન બનાવી લીધા છે. 

લોમરોરે 17 બોલમાં આક્રમક 43 રન ફટકાર્યા

મહિપાલ લોમરોરે 17 બોલમાં આક્રમક 43 રન બનાવતા રાજસ્થાનની ટીમ મજબૂત સ્થિતમાં આવી ગઈ છે. 

રાજસ્થાનનો સ્કોર 164/4

રાજસ્થાનની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 164 રન બનાવી લીધા છે.

રાજસ્થાનને ત્રીજો ઝટકો

રાજસ્થાનની ટીમે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 116 રન બનાવી લીધા છે. રાજસ્થાનને ત્રીજો ઝટકો લાગ્યો છે. લિવિંગસ્ટન 25 રન બનાવી આઉટ થયો છે. 

રાજસ્થાનનો સ્કોર 100 રનને પાર

રાજસ્થાનની ટીમે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 115 રન બનાવી લીધા છે. જયશ્વાલ 45 રન બનાવી રમતમાં છે. 

રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો

રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઈવિન લુઈસ 36 રન બનાવી આઉટ થયો છે.  હાલ સંજુ સમેસન અન યશશ્વી જયશ્વાલ રમતમાં છે. રાજસ્થાનની ટીમે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 57 રન બનાવી લીધા છે.

પંજાબ કિંગ્સે ટોસ જીત્યો છે. પંજાબે  પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 


બ્રેકગ્રાઉન્ડ

IPL-14ની 31મી મેચ  રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રને હાર આપી છે. રાથસ્થાન રોયલ્સ છેલ્લી ઓવરમાં 4 રન પણ ન કરી શકી. રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલે 120 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પંરતુ રાહુલ અને મયંક અગ્રવાલના આઉટ થયા બાદ ટીમ સારુ પ્રદર્શન ન કરી શકી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.