IPL 2021: આઇપીએલ 2021ના બીજા તબક્કાની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે  07:30 વાગ્યાથી રમાશે. બન્ને ટીમો ભારતમાં રમાયેલી આઇપીએલ 2021ના પહેલા તબક્કામાં એકવાર આમાને સામને આવી ચૂકી છે. એ મેચમાં મુંબઇની જીત થઇ હતી. આવામાં ચેન્નાઇ સુપર કિંગ્સ હારનો બદલો લેવા પ્રયાસ કરશે.


IPLનું કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ


ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોનું ભારત સહિત 100થી વધુ દેશોમાં લાઇવ ટેલિકાસ્ટ થશે. ભારતમાં ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર નેટવર્કની વિવિધ ચેનલ પરથી પ્રસારણ થશે. જ્યારે ડિઝની પ્લસ હોટસ્ટાર પરથી પણ મેચ નીહાળી શકાશે.


દર ત્રીજા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થશે


બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.




પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્ટ હાલ ટોચ પર


પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ ટોચ પર છે. તેઓ આઠમાંથી છ મેચ જીતી ચૂક્યા છે અને બે હાર્યા છે. તેમના ૧૨ પોઈન્ટ્સ છે. જ્યારે ચેન્નાઈ અને બેંગ્લોરની ટીમો ૧૦-૧૦ પોઈન્ટ્સ સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હાલ તો આ ચાર ટીમો પ્લે ઓફમા પ્રવેશવાની નજીક છે. જે પછી રાજસ્થાન અને પંજાબ ૬-૬ પોઈન્ટ સાથે પાંચમા અને છઠ્ઠા તેમજ કોલકાતા ચાર પોઈન્ટ સાથે સાતમા તેમજ હૈદરાબાદ બે પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે. દિલ્હી અને પંજાબને બાદ કરતાં તમામ ટીમોની અડધો-અડધ એટલે કે સાત-સાત મેચો બાકી છે. જેના કારણે પોઈન્ટ ટેબલમાં મોટા પરિવર્તન જોવા મળી શકે છે.