CSK vs MI: આઇપીએલ 2021ના બીજા હાફની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 07:30 વાગ્યાથી રમાશે. બન્ને ટીમો ભારતમાં રમાયેલી આઇપીએલ 2021ના પહેલા હાફમાં એકવાર આમાને સામને આવી ચૂકી છે. એ મેચમાં મુંબઇની જીત થઇ હતી. આવામાં ચેન્નાઇ સુપર કિંગ્સ હારનો બદલો લેવા પ્રયાસ કરશે.
ભલે મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલના ઇતિહાસમાં પાંચ વાત ખિતાબ જીત્યો હોય, પરંતુ આ સિઝનમાં ચેન્નાઇની ટીમનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેલી ચેન્નાઇએ આ સિઝનની સાથ મેચોમાંથી પાંચ મેચો જીતી છે, જ્યારે મુંબઇની ટીમ સાત મેચોમાંથી ચાર મેચ જ જીતી શકી છે.
CSK vs MI Head to Head-
ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે હેડ ટૂ હેડમાં રોહિત શર્માની ટીમનુ પલડુ ભારે રહ્યું છે. આઇપીએલના ઇતિહાસમાં બન્ને ટીમો અત્યાર સુધી 31 વાર આમને સામને આવી છે. જેમાં 19 મેચ મુંબઇએ જીતી છે તો વળી માત્ર 12 મેચોમાં ચેન્નાઇને જીત મળી શકી છે.
પીચ રિપોર્ટ (Pitch Report)-
દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખુબ સ્લૉ રહે છે, આવામાં અહીં સ્પીનર્સને મદદ મળવાની આશા છે. આઇપીએલ 2020માં આ મેદાન પર સ્પિનર્સને કુલ 94 વિકેટ મળી હતી. જ્યારે શરૂઆતી ઓવરમાં પીચમાંથી ફાસ્ટ બૉલરોને મદદ મળવાની આશા છે. આ મેદાન પર પહેલીવાર ઇનિંગમાં એવેરેજ સ્કૉર 172 રન છે.
મેચ પ્રેડિક્શન (Match Prediction)-
અમારુ મેચ પ્રેડિક્શન મીટર બતાવી રહ્યુ છે કે આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનુ પલડુ ભારે છે. જોકે, મેચ રોમાંચક થવાની પુરેપુરી સંભાવના છે.
સંભવિત ટીમો-
ચેન્નાઇ સુપર કિંગ્સ-
રૉબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવિન્દ્ર, એમ એસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ઇમરાન તાહિર.
મુંબઇ ઇન્ડિયન્સ-
ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ.