SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, જેસન રોય-વિલિયમસનની શાનદાર ઈનિંગ
IPL 2021, SRH vs RR: આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મુકાબલો હતો.
SRH vs RR: સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હાર આપી છે. હેદરાબાદ તરફથી રોય અને વિલિયમસને શાનદાર ઈનિંગ રમી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો લાગ્યો છે. જેસન રોય 60 રન બનાવી આઉટ થયો છે. હૈદરાબાદને જીત માટે 46 બોલમાં 51 રનની જરુર છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર શરુઆત થઈ છે. હૈદરાબાદને 1 વિકેટ ગુમાવી 5.1 ઓવરમાં 57 રન બનાવી લીધા છે. સહા 18 રન બનાવી આઉટ થયો છે. જ્યારે જેસન રોય 30 રન બનાવી રમતમાં છે.
સંજૂ સેમસનની શાનદાર ઈનિંગનના કારણે રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. સંજૂ સેમસને 82 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કોલે 2 વિકેટ ઝડપી હતી.
સંજૂ સેમસનની શાનદાર ઈનિંગનના કારણે રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. સંજૂ સેમસને 82 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કોલે 2 વિકેટ ઝડપી હતી.
સંજૂ સેમસને આજની મેચમાં શાનદાર ઈનિંગ રમી છે. તેણે આઈપીએલ કરીયરમાં પોતાના 3000 રન પૂરા કર્યા છે.
સંજુ સેમસને શાનદાર ઈનિંગ રમતા 52 બોલમાં 78 રન બનાવ્યા છે. સેમસનની શાનદાર ઈનિંગના કારણે રાજસ્થાનનો સ્કોર 150 રનને પાર પહોંચી ગયો છે.
રાજસ્થાન રોયલ્સે ત્રીજી વિકેટ ગુમાવી છે. લિયમ લિવિંગ્સ્ટન 4 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાન રોયલ્સે હાલ 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 92 રન બનાવી લીધા છે.
રાજસ્થાન રોયલ્સની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 33 રન બનાવી લીધા છે. સંજૂ સેમસન હાલ રમતમાં છે.
રાજસ્થાન રોયલ્સ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. અમે છેલ્લી મેચમાં મળેલી હારમાંથી શીખીએ છીએ. કાર્તિક ત્યાગી ઘાયલ છે. મોરિસ અને લુઈસ પ્લેઇંગ ઇલેવનનો ભાગ છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2021, Match 40, SRH vs RR: આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હાર આપી છે. હેદરાબાદ તરફથી રોય અને વિલિયમસને શાનદાર ઈનિંગ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -