IPL 2021: આઈપીએલ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal ) એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં રમતાની સાથે ચહલના નામે આરસીબી (RCB) તરફથી 100 આઈપીએલ મેચ રમવાનો રેકોર્ડ નોંધાયો છે.
 
તેણે આઈપીએલ (IPL) કારકિર્દીની 100મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 121 વિકેટ ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને ચાર વિકેટ ઝડપી છે.




આ સમય દરમિયાન, તેની ઈકોનોમી 7.7 રહી છે. ચહલે 2 વખત 4 વિકેટ ઝડપવાનું કારનામું પણ પોતાના નામે કર્યું છે. ચહલે આઈપીએલમાં કુલ 2154 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 2764 રન આપ્યા છે. ગત સિઝનમાં ચહલે 15 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. જ્યારે 2015 ની આઈપીએલમાં તેણે સૌથી વધુ 23 વિકેટ પોતાના નામે કરી હતી.



આઈપીએલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ધોનીના નામે


IPLમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના નામે છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આઈપીએલમાં 205 મેચ રમી છે. તેના બાદ રોહિત શર્માએ સૌથી વધુ 202 મેચ રમી છે. આ યાદીમાં ત્રીજા નંબરે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક છે, જેણે આઈપીએલમાં કુલ 198 મેચ રમી છે. સુરેશ રૈના 194 મેચ રમ્યા બાદ આ યાદીમાં ચોથા નંબર પર છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં પાંચમા ક્રમે છે, જેણે 193 મેચ રમી છે. ખાસ વાત એ છે કે વિરાટે આ તમામ મેચ એક જ ટીમ વતી રમી છે.