SRH vs RCB : સનરાઈઝર્સ હૈદરાબાદ ( SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચેન્નઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેંગ્લોરની 6 રનથી શાનદાર જીત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ હૈદરાબાદને 150 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 143 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી શાહબાઝ અહમદે ત્રણ વિકેટ, હર્ષલ પટેલ અને સિરાજ 2- 2 વિકેટ ઝડપતી હતી. હૈદરાબાદ તરથી ડેવિડ વોર્નરે 59 રન બનાવ્યા હતા.
હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બેંગ્લોરેની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. મેક્સવેલે 59 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 33 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન:
દેવદત્ત પેડિકલ, વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંટન સુંદર, કાયલ જેમિસન, વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન:
ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, રિદ્ધીમાન સાહા, મનિષ પાંડે, વિજય શંકર, અબ્દુલ સમાદ, જેશોન હોલ્ડર, રાશિદ ખાન, ટી નટરાજન, શાહબાઝ નદિમ અને ભુવનેશ્વર કુમાર.