Punjab Kings Captain: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ (Punjab Kings)એ હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત નથી કરી, IPLની મેગા ઓક્શન (IPL Mega Auction)થી પહેલા ટીમે બે ખેલાડીઓને રિટેન તો કર્યા પરંતુ કેપ્ટનશીપની જવાબદારી નથી આપી. આવામાં સમજી શકાય છે કે પંજાબ કિંગ્સ હરાજીમાં જ પોતાના કેપ્ટનને શોધશે. પંજાબ કિંગ્સની આ રણનીતિ પર પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા (Aaksh Chopra)એ ટીમને એક ખાસ સલાહ આપી છે. તેને ફ્રેન્ચાઇઝીને મયંક અગ્રવાલને ટીમને કેપ્ટન બનાવવાની સલાહ આપી છે.
આકાશ ચોપડાએ કહ્યું કે, પંજાબ કિંગ્સે રિટેન કરવામાં આવેલા ખેલાડી મયંક અગ્રવાલ (mayank Agarwal)ને ટીમનો કેપ્ટન બનાવવો જોઇએ. તેને કહ્યું કે પંજાબ કિંગ્સે હરાજીમાં કેપ્ટન ખરીદવાની કોઇ જરૂર નથી, તેમને તરત જ મયંક અગ્રવાલને ટીમનો કેપ્ટન નિયુક્ત કરી દેવો જોઇએ, અને તેની સાથે જ ટીમને પસંદ કરવી જોઇએ. એક કેપ્ટન માટે તે ટીમને લીડ કરવી બહુજ મુશ્કેલ હોય છે, જે તેની પસંદગીની ના હોય.
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 12 કરોડ અને ફાસ્ટ બૉલ અર્શદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. જ્યારે આ ટીમના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલ લખનઉ ફ્રેન્ચાઇઝી સાથે જોડાઇ ચૂક્યો છે. પંજાબ કિંગ્સની પાસે પર્સમાં હાલમાં 72 કરોડ રૂપિયા છે, જે તમામ ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધુ છે.
આ પણ વાંચો--
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો
રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ
કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન