ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે બીજા દિવસની હરાજી ચાલી રહી છે. બેંગ્લોરમાં 10 ફ્રેન્ચાઈઝી દ્વારા દેશ અને દુનિયાના ક્રિકેટરોની મોટા પાયે બોલી લગાવવામાં આવી રહી છે અને તેઓ તેમને મોટી રકમ વડે પોતાની ટીમમાં સામેલ કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. ઘણા ખેલાડીઓ પર પૈસાનો ભારે વરસાદ થયો છે, જ્યારે ઘણા નિરાશ થયા છે અને ખાલી હાથે રહેવું પડ્યું છે. દિલ્હી કેપિટલ્સ અને લખનઉની ટીમોના વર્તમાન સમીકરણ પર એક નજર કરીએ.


દિલ્હી કેપિટલ્સ


ખેલાડી                  ભૂમિકા
પૃથ્વી શો              બેટ્સમેન
ડેવિડ વોર્નર           બેટ્સમેન
અશ્વિન હેબ્બર       બેટ્સમેન
સરફરાઝ ખાન       બેટ્સમેન
મનદીપ સિંહ         બેટ્સમેન
ઋષભ પંત            વિકેટકીપર
શ્રીકર ભરત           વિકેટકીપર
અક્ષર પટેલ            સ્પિન ઓલરાઉન્ડર
મિશેલ માર્શ          બોલિંગ ઓલરાઉન્ડર
શાર્દુલ ઠાકુર          બોલિંગ ઓલરાઉન્ડર
નોર્ટજે                 બોલર
કમલેશ નાગરકોટી  બોલર
ખલીલ અહેમદ     ફાસ્ટ બોલર
ચેતન સાકરિયા     ફાસ્ટ બોલર
કુલદીપ યાદવ        સ્પિનર


લખનઉ સુપરજાયન્ટ


ખેલાડી                              ભૂમિકા
મનીષ પાંડે                         બેટ્સમેન
મનન વોહરા                       બેટ્સમેન
કેએલ રાહુલ                       વિકેટકીપર
ક્વિન્ટન ડી કોક                   વિકેટકીપર
માર્કસ સ્ટોઇનિસ                 બોલિંગ ઓલરાઉન્ડર
જેસન હોલ્ડર                      બોલિંગ ઓલરાઉન્ડર
દીપક હુડા                         સ્પિન ઓલરાઉન્ડર
કૃણાલ પંડ્યા                    સ્પિન ઓલરાઉન્ડર
કૃષ્ણપ્પા ગૌતમ                સ્પિન ઓલરાઉન્ડર
રવિ બિશ્નોઈ                      સ્પિનર
શાહબાઝ નદીમ                ફાસ્ટ બોલર
માર્ક વુડ                           ફાસ્ટ બોલર
અવેશ ખાન                     ફાસ્ટ બોલર
અંકિત રાજપૂત                 ફાસ્ટ બોલર
દુષ્મંત ચમીરા                   ફાસ્ટ બોલર



IPLમાં ઇગ્લેન્ડનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો લિયામ લિવિંગસ્ટોન


IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી. જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.