IPL મેગા ઓક્શન 2022: IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી.
જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.
આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે દક્ષિણ આફ્રિકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એડમ માર્કરામને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણેને એક કરોડ રૂપિયામાં લીધો હતો. ગુજરાત ટાઇટન્સે ડોમિનિક ડ્રાક્સને 1.10 કરોડમાં ખરીદ્યો હતો. આ સિવાય ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નીશમને કોઈ ખરીદનાર મળ્યો નથી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિન્ચ અને ભારતીય બેટ્સમેન સૌરભ તિવારી વેચાયા ન હતા.
આ પહેલા દિલ્હી કેપિટલ્સે મનદીપ સિંહને 1.10 કરોડમાં ખરીદ્યો હતો. બીજી તરફ ઈંગ્લિશ વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મલાનને હરાજીમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. ભારતના ઓલરાઉન્ડર વિજય શંકરને ગુજરાત ટાઇટન્સે 1.40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.