Gujarat Titans IPL 2022 LIVE: ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડમાં મોહમ્મદ શમીને ખરીદ્યો, જેસન રૉય 2 કરોડમાં
IPL 2022 મેગા ઓક્શન: IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે.
Gujarat Titansના IPL 2022 Auctionના ખેલાડીઓ----
હાર્દિક પંડ્યા- 15 કરોડ રૂપિયા
રાશિદ ખાન- 15 કરોડ રૂપિયા
શુભમન ગીલ- 8 કરોડ રૂપિયા
મોહમ્મદ શમી- 6.15 કરોડ રૂપિયા
જેસન રૉય- 2 કરોડ રૂપિય
ઇંગ્લિશ આક્રમક બેટ્સમેન જેસન રૉયને ગુજરાત જાયન્ટ્સની ટીમે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
Gujarat Titans IPL 2022 LIVE: ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડમાં મોહમ્મદ શમીને ખરીદ્યો
ગુજરાત ટાઇન્સની ટીમને પહેલો ફાસ્ટ બૉલર મળી ગયો છે, ગુજરાતે ઓક્શનમાં મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ગુજરાત ટાઇટન્સ પાસે પણ 52 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન છે. IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે.
આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ પહેલીવાર હરાજીમાં ઉતરી રહી છે, અને ફ્રેન્ચાઇઝીએ ફેન્સ પાસે સૂચનો માગ્યા છે કે કયા ખેલાડીને ખરીદવો જોઇએ.
આઇપીએલની ઇતિહાસમાં પહેલીવાર ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ વિના હરાજી થશે. કેમ કે ગેલ બ્રેક પર છે અને એબી ડિવિલિયર્સ સન્યાસ લઇ ચૂક્યો છે. આ બન્ને એલાડીઓને ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે.
હરાજીમાં પ્રથમ દિવસે 10 માર્કી પ્લેયર્સ અને 151 અન્ય પ્લેયર્સ હરાજીમાં મુકાશે. ખેલાડીઓને તેમના કૌશલ્ય પ્રમાણે અલગ-અલગ સેટમાં ગોઠવવામાં આવ્યા છે. માર્કી પ્લેયર્સના સેટની સાથે અન્ય 62 ખેલાડીઓનો સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. આ ખેલાડીઓને બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર, વિકેટકિપર વગેરે જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
IPL 2022 મેગા ઓક્શન: IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે. મેગા ઓક્શન અગાઉ જાણી લો કઇ ટીમ પાસે કેટલા કરોડ રૂપિયા વધ્યા છે.
અમદાવાદ ટીમનું નામ પહેલા 'અમદાવાદ ટાઈટન્સ' રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે સમગ્ર ગુજરાતને આવરી લેતા આ અમદાવાદ ટાઈટન્સ નામ બદલવામાં આવ્યું છે. હવે ટીમનું નામ 'ગુજરાત ટાઈટન્સ' રાખવામાં આવ્યું છે. ગુજરાત ટાઈટન્સે સોશિયલ મીડિયા પર અકાઉન્ટ પણ બનાવી દીધું છે.
અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે.
અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે.
IPL 2022ની મેગા ઓક્શનમાં જે 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.જેમાં કુલ 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ હશે. રૂ. 2 કરોડ સૌથી વધુ અનામત કિંમત છે અને 48 ખેલાડીઓએ આ કેટેગરીમાં પોતાને સ્થાન આપવાનું પસંદ કર્યું છે. તેમાંથી 228 કેપ્ડ છે અને 355 અનકેપ્ડ છે. કેપ્ડ એટલે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. અનકેપ્ડ ખેલાડીઓનો અર્થ એ છે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશમાં સ્થાનિક ક્રિકેટ અથવા લીગ ક્રિકેટ રમ્યા છે, પરંતુ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. એસોસિયેટ નેશન્સમાંથી 7 ખેલાડીઓ પણ છે, જેમની મેગા ઓક્શનમાં બોલી લગાવવામાં આવનાર છે.
વિદેશી ખેલાડીઓમાં ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, કાગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડી કોક, જોની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન અને વાનિન્દુ હસરંગા જેવા મજબૂત ખેલાડીઓ છે.
અફઘાનિસ્તાનના 17,ઓસ્ટ્રેલિયાના 47, બાંગ્લાદેશના 5, ઈંગ્લેન્ડના 24, આયર્લેન્ડના 5, ન્યૂઝીલેન્ડના 24, સાઉથ આફ્રિકાના 33, શ્રીલંકાના 23, વેસ્ટ ઈન્ડિઝના 34, ઝીમ્બાબ્વેના એક, નામીબિયાના ત્રણ, નેપાળના એક, સ્કોટલેન્ડના એક અને યુએસએના એક ખેલાડી હરાજીમાં ભાગ લેશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2022 મેગા ઓક્શન: IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે. મેગા ઓક્શન અગાઉ જાણી લો કઇ ટીમ પાસે કેટલા કરોડ રૂપિયા વધ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -