CSK vs GT, Deepak Chahar: ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં દીપક ચહર ચેન્નાઇ સુપર કિંગ્સ માટે એક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે. ખાસ કરીને દીપક ચહર પાવરપ્લે ઓવરમાં ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધારી શકે છે. દીપક ચહરના પાવરપ્લેના આંકડા અદ્ભુત છે. મહેન્દ્ર સિંહ ધોનીને દીપક ચહરની બોલ સ્વિંગ કરવાની ક્ષમતા પસંદ છે. હવે દીપક ચહરના બાળપણના કોચ નવેન્દુ ત્યાગીએ દીપક ચહરની ક્ષમતા પર વાત કરી છે. તેમણે કહ્યું કે દીપક ચાહરનો જન્મ માત્ર બોલને સ્વિંગ કરવા માટે થયો હતો.
દીપક ચહર મહેન્દ્ર સિંહ ધોની માટે કેમ ખાસ છે ?
નવેન્દુ ત્યાગીએ કહ્યું કે જ્યારે દીપક ચહર નાનો હતો ત્યારે પણ તેની પાસે બોલને સરળતાથી સ્વિંગ કરવાની ક્ષમતા હતી. તે બોલને બંને રીતે આસાનીથી સ્વિંગ કરતો હતો. તેમણે કહ્યું કે તે આટલી સરળતાથી બોલ કેવી રીતે સ્વિંગ કરે છે તે જોઈને મને આશ્ચર્ય થતું હતું. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા દીપક ચહરના બાળપણના કોચ નવેન્દુ ત્યાગીએ કહ્યું કે તેઓ હંમેશા આ ખેલાડીની બોલિંગથી પ્રભાવિત થયા છે. આ સાથે તેણે દીપક ચહરના પિતાની મહેનત પર પોતાની વાત રાખી.
પિતાએ પુત્રની તાલીમ માટે એરફોર્સની નોકરી છોડી - નવેન્દુ ત્યાગી
દીપક ચહરના બાળપણના કોચ નવેન્દુ ત્યાગી કહે છે કે પિતાએ પુત્રની તાલીમ માટે એરફોર્સની નોકરી છોડી દીધી હતી, જેથી પુત્રની તાલીમમાં કોઈ અડચણ ન આવે. આજે દીપક ચહરની ગણતરી મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી ફેવરિટ બોલરોમાં થાય છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોની આ ફાસ્ટ બોલરની બોલ સ્વિંગ કરવાની ક્ષમતાથી ખૂબ જ પ્રભાવિત છે. નવેન્દુ ત્યાગીએ કહ્યું કે દીપક ચહરને તેના રિસ્ટ અને રિલીઝ પોઢીશન પર સંપૂર્ણ નિયંત્રણ છે. આ કારણે તે બોલને સરળતાથી સ્વિંગ કરી શકે છે. જોકે, એવું માનવામાં આવે છે કે ગુજરાત ટાઇટન્સ સામે IPL 2023ની ફાઇનલમાં દીપક ચહરની 4 ઓવર નિર્ણાયક બની શકે છે.
IPLની 16મી સિઝન રવિવારે (28 મે)ના રોજ સમાપ્ત થશે. ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટાઇટલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. જો ગુજરાત આ મેચ જીતી જશે તો સતત બીજી સિઝનમાં ચેમ્પિયન બની જશે. આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીની નજર પાંચમી વખત ટાઈટલ જીતવા પર હશે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ ક્યારે છે ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 28 મે રવિવારના રોજ મેચ રમાશે.
ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ મેચ ક્યાં રમાશે ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે ?
સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપ ટેલિવિઝન પર ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો ધરાવે છે. આ ટુર્નામેન્ટની બાકીની મેચો પણ સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
ફોન કે લેપટોપ પર લાઈવ મેચ કેવી રીતે જોવી?
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે gujarati.abplive.com પર મેચ સંબંધિત સમાચાર, લાઈવ અપડેટ્સ અને રેકોર્ડ્સ પણ વાંચી શકો છો.
ફ્રીમાં લાઈવ મેચ કેવી રીતે જોઈ શકો ?
આ મેચ જિયો સિનેમામાં પ્રસારિત થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ મેચો મફતમાં જોઈ શકો છો.