Deepak Chahar: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન 31 માર્ચથી શરૂ થશે. સીઝન અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના ઝડપી બોલર દીપક ચહરને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી દીપક ચહર તેની ફિટનેસ સમસ્યા સામે લડી રહ્યો હતો. પરંતુ હવે તેને આગામી આઈપીએલ સિઝન માટે સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.






જ્યાં દીપક ચહર અગાઉ સ્ટ્રેસ ફ્રેક્ચરની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો ત્યાર બાદ તેને ક્વોડ ગ્રેડ 3 ટિયરનો સામનો કરવો પડ્યો હતો. દીપકે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે બાંગ્લાદેશના પ્રવાસ પર રમાયેલી ODI શ્રેણી દરમિયાન રમી હતી. બીજી વનડે દરમિયાન ચહર માત્ર 3 ઓવર જ ફેંકી શક્યો હતો.


વર્ષ 2022માં દીપક ચહર ભારતીય ટીમ માટે માત્ર 15 મેચ જ રમી શક્યો હતો. T20 વર્લ્ડ કપ પહેલા તે અનફિટ હોવાના કારણે ટીમનો ભાગ બની શક્યો ન હતો. આના એક મહિના પછી તે ટીમમાં પાછો ફર્યો હતો પરંતુ ફરીથી અનફિટ થવાને કારણે તે બહાર થઈ ગયો હતો. હવે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લાંબો સમય વિતાવ્યા બાદ ચહર આઈપીએલની આગામી સિઝનમાં ભાગ લેવા માટે તૈયાર છે.


છેલ્લા 2 મહિનાથી મેં મારી ફિટનેસ પર ઘણું કામ કર્યું છે


દીપક ચહરે ઈએસપીએન ક્રિકઈન્ફોને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લા 2 થી 3 મહિનામાં મેં મારી ફિટનેસ પર ઘણું કામ કર્યું છે અને હવે હું આઈપીએલમાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છું. મને 2 મોટી ઇજાઓ થઇ હતી જેમાં એક સ્ટ્રેસ ફ્રેક્ચર અને બીજી ક્વોડ ગ્રેડ 3 ટિયર હતી.


ચહરે વધુમાં કહ્યું હતું કે કોઈપણ ખેલાડીને આ ઈજાઓમાંથી સાજા થવામાં સમય લાગે છે, ખાસ કરીને ઝડપી બોલરને. જો હું બેટ્સમેન હોત તો મેં ઘણું વહેલું રમવાનું શરૂ કર્યું હોત પરંતુ ફાસ્ટ બોલર માટે સ્ટ્રેસ ફ્રેક્ચર પછી પાછા ફરવું એ સરળ કામ નથી. તમે આમાં અન્ય બોલરોને જોઈ શકો છો જેઓ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.


Women T20 World Cup: સસ્પેન્સ ખતમ, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા


IND W vs AUS W Semifinal: મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે સોમવાર, 20 ફેબ્રુઆરીના રોજ આયર્લેન્ડ સામે 5 રનથી (ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ) જીત મેળવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં 4 માંથી 3 મેચ જીતીને પોતાના ગ્રુપમાં બીજા નંબર પર છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડને હરાવી ચૂકી છે. આ સાથે જ ટીમને ઈંગ્લેન્ડ સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.