IPL 2023 Opening Ceremony Live: ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટીયાએ કર્યો શાનદાર ડાન્સ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 શુક્રવારથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
હાર્દિક પંડ્યાને પણ સ્ટેજ પર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેણે ખૂબ જ ખાસ રીતે એન્ટ્રી કરી, પંડ્યા નાનકડી કારમાં ઊભો રહ્યો. તેના હાથમાં IPL ટ્રોફી પણ હતી. તેણે બધા સાથે હાથ મિલાવ્યો હતો.
બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, સચિવ જય શાહ અને આઈપીએલના અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલને મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા.
સાઉથ સ્ટાર્સ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્નાનું ડાન્સ પરફોર્મન્સ પૂરું થઈ ગયું છે. રશ્મિકાએ શાનદાર ડાન્સ કર્યો. ચાહકો પણ તેના ડાન્સ પર ફિદા થઈ ગયા હતા.રશ્મિકાએ નાટૂ નાટૂ પર ડાન્સ કર્યો
અરિજિત સિંહના શાનદાર પર્ફોર્મન્સ બાદ હવે તમન્ના ભાટિયા સ્ટેજ પર આવી છે. તે સાઉથના ગીતોની સાથે બોલિવૂડના ગીતો પર પણ ડાન્સ કરી રહી છે. તેણે 'તુને મારી એન્ટ્રી' ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
અરિજિત સિંહના પ્રદર્શન દરમિયાન ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ આનંદ લેતા જોવા મળ્યા હતા. ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા બાઉન્ડ્રી લાઇન પાસે ઊભો જોવા મળ્યો હતો.
અરિજીત સિંહ સાથે પ્રીતમ પણ સ્ટેજ પર હાજર છે. કેસરિયા પછી, અરિજિતે નવા ગીતો અપના બના લે પિયા અને દિલ કા દરિયા પણ ગાયું. અરિજિતે સ્ટેજ પરથી ચાહકોની માફી માંગી અને કહ્યું કે તેણે આટલા મોટા દર્શકોની સામે ક્યારેય પરફોર્મ કર્યું નથી.
અરિજિત સિંહ પિયાનો બાદ ગિટાર સાથે પરફોર્મ કરી રહ્યો છે. તે તેના લોકપ્રિય ગીતો લહેરા દો અને કેસરિયા પર પરફોર્મ કરી રહ્યો છે. આ પહેલા પણ ઘણા ગીતો ગાયા છે. અરિજીતના ચાહકો પણ સ્ટેડિયમમાં હાજર છે. તેઓ ગીતોનો આનંદ માણી રહ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023 Opening Ceremony Live: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 શુક્રવારથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ રહી છે. જેમાં બોલિવૂડના દિગ્ગજ ગાયક અરિજીત સિંહ પરફોર્મ કરી રહ્યા છે. અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પણ ડાન્સ પરફોર્મન્સથી ધૂમ મચાવશે. તમન્નાએ સ્ટેડિયમમાં પ્રદર્શન પહેલા પ્રેક્ટિસ પણ કરી છે.
IPLની ઓપનિંગ સેરેમની બાદ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાશે. આ જોવા માટે હજારો દર્શકો સ્ટેડિયમ પહોંચશે. IPLની ઓપનિંગ સેરેમની માટે અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે બંને પરફોર્મ કરશે. પીઢ ગાયક અરિજીત સિંહ પણ પરફોર્મ કરી રહ્યો છે. સ્ટેડિયમમાં અરિજીતના હજારો ચાહકો હાજર રહેશે. ઓપનિંગ સેરેમની દરમિયાન અનેક હસ્તીઓ પણ હાજર રહી છે. આજે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે મુકાબલો છે.
ઓપનિંગ સેરેમની માટે હજારો દર્શકો મેદાનમાં પહોંચ્યા છે. સ્ટેડિયમ દર્શકોથી ભરચક છે. ગુજરાતની સાથે સાથે ચેન્નાઈના ચાહકો પણ સ્ટેડિયમમાં હાજર છે.
ગુજરાત ટાઇટન્સ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. જેથી તેને તેનો લાભ મળી શકે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ટીમ ગુજરાત છેલ્લી સિઝનની ચેમ્પિયન છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ટીમ ઘણી અનુભવી છે અને તે ચેમ્પિયન પણ રહી છે. તેણે બેન સ્ટોક્સને ટીમમાં સામેલ કર્યો છે. સ્ટોક્સનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -