IPL 2023 Opening Ceremony: IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે સૌથી પહેલા પોતાના ગીતોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. ચેન્નાઈના કેપ્ટન ધોની અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પણ અરિજીતના ગીતો પર ડાન્સ કરવા લાગ્યા હતા. આ પછી તમન્ના ભાટિયાએ અને રસ્મિકા મંદનાએ શાનદાર પરફોર્મ કર્યું હતું. રશ્મિકા મંદનાએ ઓસ્કર વિનિંગ સોંગ નાટૂ નાટૂ સોંગ પર ખૂબ જ શાનદાર ડાન્સ કર્યો હતો.  


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્નાએ ડાન્સ કર્યો હતો. ગાયક અરિજીત સિંહે પોતાના ગીતો પર લોકોને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. આ કાર્યક્રમના અંતે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. ફોટો સેશન પછી કાર્યક્રમ પૂરો થયો.