MI vs PBKS IPL 2023: પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવ્યું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈના ખેલાડીઓ 20 ઓવરમાં 201 રન જ બનાવી શક્યા હતા. અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 57 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીને 67 રનની ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે અણનમ 25 રન બનાવ્યા હતા. જોકે આ તમામ ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહોતી. પંજાબ તરફથી અર્શદીપે કુલ 4 વિકેટ ઝડપી હતી.


 






પંજાબે મુંબઈને 215 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો


પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન સેમ કરને 55 જ્યારે હરપ્રીત સિંહ ભાટિયાએ શાનદાર 41 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ બોલિંગમાં 2 વિકેટ લીધી હતી. પંજાબની ટીમે આ મેચમાં છેલ્લી 6 ઓવરમાં કુલ 109 રન બનાવ્યા હતા.


સૂર્યા પેવેલિયન પરત ફરતા પંજાબ, અર્શદીપે બોલ સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી


કેમેરોન ગ્રીન પેવેલિયન પરત ફર્યા બાદ સૂર્યકુમાર યાદવે ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં તેને ટિમ ડેવિડનો સાથ મળ્યો હતો. સૂર્યાએ આ મેચમાં પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ નિર્ણાયક સમયે 26 બોલમાં 57 રનની ઇનિંગ રમીને પોતાની વિકેટ અર્શદીપને સોંપી હતી. અહીંથી પંજાબ કિંગ્સની ટીમને વાપસી કરવાનો મોકો મળ્યો, જેમાં ટિમ ડેવિડે મુંબઈ માટે પ્રયાસ કર્યો પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં સફળ ન થઈ શક્યો.


મુંબઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા, પરંતુ અર્શદીપ સિંહની આ ઓવરમાં ટીમ માત્ર 2 રન બનાવી શકી અને 2 વિકેટ પણ ગુમાવી દીધી. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ આ મેચમાં 20 ઓવર બાદ 6 વિકેટ ગુમાવીને 201 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. પંજાબ તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહે 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય નાથન એલિસ અને લિયામ લિવિંગસ્ટને પણ 1-1 વિકેટ ઝડપી હતી.


 






પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11
સેમ કુરન (કેપ્ટન), અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત સિંહ ભાટિયા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, તિલક વર્મા, અર્જુન તેંડુલકર, રિતિક શોકીન, જોફ્રા આર્ચર, પીયુષ ચાવલા અને જેસન બેહરનડોર્ફ.