CSK vs SRH Score: ચેન્નાઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 78 રનથી હરાવ્યું, તુષાર દેશપાંડેએ ચાર વિકેટ ઝડપી

IPL 2024 CSK vs SRH LIVE Score: ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 28 Apr 2024 11:35 PM
CSK vs SRH Live: ચેન્નાઈ સુપર કિંગ્સે મોટી જીત નોંધાવી

કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને ડેરીલ મિશેલની શાનદાર ઇનિંગ્સ બાદ તુષાર દેશપાંડેના નેતૃત્વમાં બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા ગાયકવાડ અને મિશેલની અડધી સદી અને બીજી વિકેટ માટે બંને બેટ્સમેન વચ્ચેની સદીની ભાગીદારીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી અને આખી ટીમ 18.5 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

હૈદરાબાદને જીતવા માટે 107 રનની જરૂર

હૈદરાબાદને જીતવા માટે 36 બોલમાં 107 રનની જરૂર છે. ટીમે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. ક્લાસેન 17 રન બનાવીને રમી રહ્યો છે. અબ્દુલ સમદ 11 રન બનાવીને રમી રહ્યો છે.

હૈદરાબાદને જીતવા માટે 107 રનની જરૂર

હૈદરાબાદને જીતવા માટે 36 બોલમાં 107 રનની જરૂર છે. ટીમે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. ક્લાસેન 17 રન બનાવીને રમી રહ્યો છે. અબ્દુલ સમદ 11 રન બનાવીને રમી રહ્યો છે.

હૈદરાબાદને પાંચમો ફટકો, માર્કરમ 32 રન બનાવીને આઉટ

પથિરાનાએ એડિન માર્કરમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. માર્કરમ 32 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે હૈદરાબાદે પાંચમી વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદે 10.5 ઓવરમાં 85 રન બનાવ્યા છે.

હૈદરાબાદને ચોથો ફટકો, જાડેજાએ રેડ્ડીને આઉટ કર્યો

રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સને મહત્વની વિકેટ અપાવી છે. નીતિશ રેડ્ડી 15 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ તેનો કેચ પકડ્યો હતો. હૈદરાબાદે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે.

હૈદરાબાદે 3 ઓવરમાં 33 રન બનાવ્યા હતા


હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 33 રન બનાવી લીધા છે. માર્કરમ 10 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક શર્મા 10 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી બોલિંગ કરતી વખતે તુષાર દેશપાંડેએ 1 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ચેન્નાઈએ હૈદરાબાદને 213 રનનો ટાર્ગેટ આપ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. ઋતુરાજે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 54 બોલમાં 98 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ડેરીલ મિશેલે 52 રનની ઇનિંગ રમી હતી. શિવમ દુબે 20 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 4 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. ધોનીએ અણનમ 5 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર, નટરાજન અને જયદેવ ઉનડકટે 1-1 વિકેટ લીધી હતી.

મિશેલ અડધી સદીની નજીક

ચેન્નાઈ સુપર કિંગ્સે 12 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 115 રન બનાવી લીધા છે. ગાયકવાડ 58 રન બનાવીને રમી રહ્યો છે. મિશેલ 45 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 96 રનની ભાગીદારી છે. મિશેલ તેની અડધી સદીની નજીક છે.

ઋતુરાજ ગાયકવાડની મજબૂત અડધી સદી

ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી છે. તે 27 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી છે. ડેરીલ મિશેલ 20 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 82 રન બનાવ્યા છે.

ચેન્નાઈએ 5 ઓવરમાં 45 રન બનાવ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 45 રન બનાવ્યા છે. ગાયકવાડ 14 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. ડેરીલ મિશેલ 6 રન બનાવીને રમી રહ્યો છે.

ચેન્નાઈએ 2 ઓવરમાં 13 રન બનાવ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સે 2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 13 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ 4 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. અજિંક્ય રહાણે 4 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદ તરફથી બોલિંગ કરતી વખતે ભુવનેશ્વર કુમારે 1 ઓવરમાં 4 રન આપ્યા હતા. રેડ્ડીએ 1 ઓવરમાં 8 રન આપ્યા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન

 અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એઈડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકિપર), નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મLfશા પથિરાના.

હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.


 





ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, એમએસ ધોની, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મથિશા પથિરાના.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એઇડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2024 CSK vs SRH LIVE Score: IPL 2024 ની 46મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે 8 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. જ્યારે ચેન્નાઈએ 8 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. રુતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળની ટીમ CSK પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.