Delhi Capitals, IPL 2024: દિલ્હી કેપિટલ્સે IPL 2024 પહેલા ઘણા દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. ટીમ દ્વારા કુલ 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે. ગત સિઝનમાં ખરાબ હાલતમાં દેખાતી દિલ્હીની ટીમે આ વખતે કેટલાક કડક નિર્ણયો લીધા છે. ટીમે રિલે રોસોથી લઈને સરફરાઝ ખાન અને કમલેશ નાગરકોટી સુધીના ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
2023 IPLમાં રિષભ પંતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે ટીમની કમાન સંભાળી હતી. આ વખતે બંને ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, આ સિઝનની ટૂર્નામેન્ટમાં ટીમની કમાન કોણ સંભાળશે તે જોવું રસપ્રદ રહેશે. જો કે, ઘણા મીડિયા અહેવાલો અનુસાર, એ નક્કી કરવામાં આવ્યું છે કે ઋષભ પંત દિલ્હીની કમાન સંભાળશે. દિલ્હી એ IPL ટીમોમાં સામેલ છે જે હજુ સુધી ટૂર્નામેન્ટમાં ટાઈટલ જીતી શકી નથી. આ વખતે ટીમના ચાહકોને આશા હશે કે દિલ્હી ટાઈટલ જીતી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે દિલ્હીની ટીમ 11 ખેલાડીઓને બહાર કર્યા બાદ હરાજીમાં કયા ખેલાડીઓ પર બોલી લગાવે છે.
દિલ્હી કેપિટલ્સે જાળવી રાખેલા ખેલાડીઓની યાદી
ડેવિડ વોર્નર, પૃથ્વી શો, એનરિચ નોર્ટજે, કુલદીપ યાદવ, લુંગી એનગીડી, અક્ષર પટેલ, મિશેલ માર્શ, અભિષેક પોરેલ, ઈશાંત શર્મા, ઋષભ પંત, લલિત યાદવ, મુકેશ કુમાર, યશ ધુલ.
દિલ્હી કેપિટલ્સે 11 ખેલાડીઓને રિલીઝ કર્યા
રિલે રોસો, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલિપ સોલ્ટ, મુસ્તાફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, અમન ખાન, પ્રિયમ ગર્ગ.
IPL 2023માં પ્રદર્શન ખરાબ રહ્યું હતું
નોંધનીય છે કે 2023 IPLમાં દિલ્હી તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ 14 લીગ મેચોમાંથી માત્ર 5 જ જીતી શકી હતી, ત્યારબાદ તેણે 9મા નંબરે ટૂર્નામેન્ટ સમાપ્ત કરવી પડી હતી. હવે લોકોની નજર 2024 IPLમાં દિલ્હીના પ્રદર્શન પર રહેશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial