KKR vs RCB: IPL 2024ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલીની અણનમ 83 રનની ઇનિંગને કારણે પ્રથમ રમત રમીને RCBએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. જવાબમાં KKRએ 16.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. KKR માટે ફિલ સોલ્ટે 20 બોલમાં 30 રન, સુનીલ નેરેને 22 બોલમાં 47 રન, વેંકટેશ અય્યરે 30 બોલમાં 50 રન અને શ્રેયસ અય્યરે 24 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. આ સાથે હોમ ટીમની જીતનો સિલસિલો પણ તૂટી ગયો છે. કેકેઆરએ પણ બેંગલુરુમાં તેનો મજબૂત રેકોર્ડ જાળવી રાખ્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે ચિન્નાસ્વામી પર હરાવવામાં સફળ રહી. RCBએ છેલ્લે 2015માં હોમ ગ્રાઉન્ડ પર KKR સામે જીત મેળવી હતી. કેકેઆરએ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ પર તેમની સામે રેકોર્ડ અકબંધ રાખ્યો હતો. કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે 50 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ જીત સાથે KKRએ કોહલીની શાનદાર ઇનિંગને બરબાદ કરી દીધી.
IPL 2024ની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. કોહલીએ 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને ટીમ માટે 83* (59) રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે RCBને જીત તરફ દોરી શક્યો ન હતો. આઈપીએલ 2024ની આ પહેલી મેચ હતી જેમાં ઘરઆંગણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું.
ફિલિપ સોલ્ટ અને સુનીલ નરેને પ્રથમ વિકેટ માટે 86 રનની ઝડપી ભાગીદારી કરી અને KKRને સારી શરૂઆત અને 183 રનના લક્ષ્યનો પીછો કરવાનો આત્મવિશ્વાસ અપાવ્યો. આ પછી બાકીનું કામ વેંકટેશ અય્યર અને કેપ્ટન શ્રેયસ અય્યરે કર્યું. બંનેએ ત્રીજી વિકેટ માટે 75 રન જોડ્યા હતા.
આરસીબીના બોલરોની થઈ ધોલાઈ
કેકેઆરના બેટ્સમેનોએ આરસીબીના બોલરો પર જોરદાર હુમલો કર્યો હતો. યશ દયાલ, વિજયકુમાર વૈશ અને મયંક ડાગરે 1-1 વિકેટ લીધી હતી. વિજયકુમાર વૈશ્ય સૌથી વધુ અસરકારક સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 23 રન જ આપ્યા હતા. જ્યારે મયંક ડાગરે 2.5 ઓવરમાં 23 રન અને યશ દયાલે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા. અલ્ઝારી જોસેફ સૌથી મોંઘો સાબિત થયો, તેણે 2 ઓવરમાં 34 રન આપ્યા. આ સિવાય મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 46 રન આપ્યા હતા.