MI vs LSG LIVE Score: લખનૌએ મુંબઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2024 MI vs LSG LIVE Score: અહીં તમને મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 18 May 2024 12:00 AM
મુંબઈનો સ્કોર 149/5

17 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટે 149 રન છે. મુંબઈને હવે જીતવા માટે 18 બોલમાં 66 રન બનાવવાના છે. નમન ધીર 14 બોલમાં 25 રન અને ઇશાન કિશન 11 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. નમને 3 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. જો કે હવે મેચ મુંબઈની પકડમાંથી નીકળી ગઈ છે.

સૂર્યકુમાર યાદવ પેવેલિયન પરત ફર્યો

કૃણાલ પંડ્યાએ 10મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવ પોતાનો મનપસંદ શોટ રમતા બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. સૂર્યા આજે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. 10 ઓવર પછી મુંબઈનો સ્કોર બે વિકેટે 92 રન છે.

મુંબઈની પહેલી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સે 9મી ઓવરમાં 88ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જુનિયર એબી એટલે કે ડેવાલ્ડ બ્રેવિસ 20 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બ્રેવિસ નવીન ઉલ હકના હાથે કેચ આઉટ થયો હતો. બીજા છેડે રોહિત શર્મા 32 બોલમાં 61 રન બનાવીને રમતમાં છે. મુંબઈને જીતવા માટે 68 બોલમાં 127 રન બનાવવાના છે.

વરસાદને કારણે રમત બંધ

ચોથી ઓવરમાં અચાનક વરસાદ આવ્યો, જેના કારણે રમત બંધ થઈ ગઈ. વરસાદના આગમન પહેલા 3.5 ઓવરની રમત થઈ. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 33 રન બનાવ્યા છે. રોહિત શર્મા 13 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 20 રન બનાવીને રમતમાં છે. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસ 10 બોલમાં એક છગ્ગા સાથે 9 રન બનાવીને રમતમાં છે.

લખનૌએ મુંબઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. પ્રથમ 10 ઓવરમાં લખનૌનો સ્કોર 3 વિકેટે 69 રન હતો. જો કે આ પછી નિકોલસ પુરને માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 75 રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જ્યારે કેએલ રાહુલે 41 બોલમાં 55 રન બનાવ્યા હતા. લખનૌએ છેલ્લી 10 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નુવાન તુશારા અને પીયૂષ ચાવલાએ 3-3 વિકેટ લીધી હતી.

14 ઓવરમાં 3 વિકેટે 130 રન

કેએલ રાહુલ અને નિકોલસ પુરને 27 બોલમાં 61 રનની ભાગીદારી કરીને મેચની દિશા બદલી દીધી. નિકોલસ પૂરન 17 બોલમાં 43 રન સુધી પહોંચી ગયો છે. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે કેએલ રાહુલ 35 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 41 રન બનાવીને રમતમાં છે. સ્કોર 14 ઓવરમાં 3 વિકેટે 130 રન છે.

લખનૌ સ્કોર 81/3

11 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 3 વિકેટે 81 રન છે. કેએલ રાહુલ 28 બોલમાં બે છગ્ગા સાથે 29 રન બનાવીને રમતમાં છે. જ્યારે નિકોલસ પુરન છ બોલમાં એક છગ્ગા સાથે સાત રન પર છે.

4 ઓવર પછી લખનૌ 28/1

ચોથી ઓવરમાં અંશુલ કંબોજ બોલિંગ કરવા આવ્યો હતો. સ્ટોઇનિસે આ ઓવરમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં કુલ 14 રન આવ્યા. 4 ઓવર પછી લખનૌનો સ્કોર 28/1 છે. સ્ટોઇનિસે 16 બોલમાં 21 અને રાહુલે 7 બોલમાં 4 રન બનાવ્યા છે.

લખનઉની પહેલી વિકેટ પડી

નુવાન તુશારાએ પહેલી જ ઓવરમાં લખનૌ સુપર જાયન્ટ્સને આંચકો આપ્યો હતો. તુષારાએ દેવદત્ત પડિકલને શૂન્ય પર આઉટ કર્યો હતો. એક ઓવર પછી લખનૌનો સ્કોર એક વિકેટે ચાર રન છે.

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, દેવાલ્ડ બ્રેવિસ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નેહલ વાઢેરા, રોમારીયો શેફર્ડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા.

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, અરશદ ખાન, મેટ હેનરી, રવિ બિશ્નોઈ અને મોહસીન ખાન.

બ્રેકગ્રાઉન્ડ

Mumbai Indians vs Lucknow Super Giants: આઈપીએલ 2024માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે બંને માટે વિશ્વસનીયતાની લડાઈ છે. બંને જીત સાથે આ સિઝનને અલવિદા કહેવા માંગશે. બંને વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાશે.


મુંબઈ અને લખનૌ આ સિઝનમાં બીજી વખત ટકરાશે. અગાઉ લખનઉમાં જ્યારે બંને ટીમો ટકરાયા હતા ત્યારે કેએલ રાહુલની ટીમ જીતી હતી. આવી સ્થિતિમાં હાર્દિક સેના આજે લખનૌમાં મળેલી હારનો બદલો લેવા માંગે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.