Mumbai Indians Playing 11: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન એટલે કે આઈપીએલ 2024 શરૂ થવામાં લગભગ એક સપ્તાહ બાકી છે. લીગની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ પહેલા જાણી લો કે આ સિઝનમાં મુંબઈની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.  તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ મારફતે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.  કેમરૂન ગ્રીન હવે RCB તરફથી રમતો જોવા મળશે.  મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન માટે કેશ-ઈન ઓલ ટ્રેડ કર્યો હતો અને હાર્દિકને પણ તેમની સાથે કેશ-ઈન-ઓલ ટ્રેડમાં સામેલ કર્યો.


 






હાર્દિકની કેપ્ટનશિપમાં પણ ઓપનિંગમાં કોઈ ફેરફાર નહીં થાય!


આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાના હાથમાં છે. હાર્દિકની કેપ્ટનશીપમાં પણ ઓપનિંગ સ્લોટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. હિટમેન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ઇનિંગની શરૂઆત કરશે. આ પછી તિલક વર્મા અને પછી સૂર્યકુમાર યાદવ રમતા જોવા મળશે. કેપ્ટન હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર રમી શકે છે. જો કે હાર્દિકે ગુજરાત માટે મોટાભાગે ચોથા નંબર પર બેટિંગ કરી હતી, પરંતુ મુંબઈમાં તે પાંચમા નંબર પર રમતો જોવા મળશે. આ પછી ઓસ્ટ્રેલિયાનો ટિમ ડેવિડ અને અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.


બોલિંગ ડિપાર્ટમેન્ટ પર એક નજર


લસિથ મલિંગા જેવી એક્શન સાથે બોલિંગ કરનાર નુવાન તુશારાને પહેલી જ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. આ બોલરને મુંબઈએ હરાજીમાં મોટી રકમમાં ખરીદ્યો હતો. તેની સાથે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને જેસન બેહરનડોર્ફ ફાસ્ટ બોલિંગ વિભાગને સંભાળી શકે છે. જ્યારે સ્પિન વિભાગની જવાબદારી પિયુષ ચાવલા અને નબીના ખભા પર રહેશે.


મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, નુવાન તુશારા, જસપ્રિત બુમરાહ અને જેસન બેહરનડોર્ફ.