MS Dhoni, IPL 2024: મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. છેલ્લી સિઝન એટલે કે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ચેમ્પિયન બનાવ્યા બાદ, ધોની ફરી એકવાર કેપ્ટન બનવા માટે તૈયાર દેખાય છે. પરંતુ આ બધાની વચ્ચે ફરી એક સવાલ ઉઠી રહ્યો છે કે શું આ તેની છેલ્લી IPL સિઝન હશે? તો આ સવાલનો જવાબ RCB તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે આપ્યો હતો.


ગત સિઝનમાં પણ આ સવાલ ખૂબ જ પ્રબળ બન્યો હતો કે શું ધોની આગામી સિઝનમાં રમશે? બધાને લાગ્યું કે ટ્રોફી જીત્યા બાદ ધોની ટૂર્નામેન્ટને અલવિદા કહી દેશે, પરંતુ એવું થયું નહીં. હવે 42 વર્ષનો ધોની આ વખતે ટૂર્નામેન્ટને અલવિદા કહી દેશે? ચાલો જાણીએ.


પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા એબી ડી વિલિયર્સે કહ્યું, ગયા વર્ષે એવી ઘણી અટકળો હતી કે ધોની નિવૃત્તિ લઈ લેશે, પરંતુ એવું થયું નહીં. તે ફરી પાછો ફ્રયો. શું આ વર્ષ તેની છેલ્લી સિઝન હશે? કોઈ જાણતું નથી. તે ડીઝલ એન્જિન જેવો દેખાય છે જે ક્યારેય અટકતો નથી. તે કેટલો મહાન ખેલાડી છે અને કેટલો મહાન કેપ્ટન છે.


ડી વિલિયર્સે વધુમાં ઉમેર્યું, મને લાગે છે કે તે તેની હાજરી દ્વારા છે, તે ધોનીની કેપ્ટનશિપ દ્વારા છે, અને એક સીટેફ ફ્લેમિંગના રુપમાં એક શાનદાર કોચ,  સિનિયર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને બાકીના લોકોએ આ કલ્ચર જાળવી રાખ્યું છે. તેમની સામે રમવું ખૂબ જ ડરામણું છે. તેમની ટીમને હરાવવી ક્યારેય સરળ નથી.


CSK પ્રથમ મેચ બેંગ્લોર સામે રમશે


તમને જણાવી દઈએ કે IPL 2024 શુક્રવાર, 22 માર્ચથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચેન્નાઈની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 22 માર્ચથી શરૂ થશે. આ સીઝનની પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે થશે. ચાહકો ઈન્ટરનેટ દ્વારા ફ્રીમાં ટુર્નામેન્ટ જોઈ શકશે. આ સાથે કોહલી, ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 'હીરો કૈમ' આ ખેલાડીઓની દરેક હિલચાલને ટ્રેક કરશે. આ કેમેરાને દરેક મેચ દરમિયાન જ લગાડવામાં આવશે.


વાસ્તવમાં જિયો સિનેમાએ ચાહકોની આનંદમાં વધારો કરવા માટે હીરો કૈમની વ્યવસ્થા કરી છે. આ કેમેરા મેચ દરમિયાન મોટા ખેલાડીઓ પર નજર રાખશે. ક્ષણ-ક્ષણે તેમની હિલચાલ પર નજર રાખશે. IPL મેચ દરમિયાન 50 થી વધુ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. અમ્પાયરની કેપથી લઈને સ્ટમ્પ સુધી મેદાનમાં ઘણી જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે.