PBKS vs CSK: પંજાબ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 28 રને વિજય

IPL 2024, PBKS vs CSK LIVE Score: પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ધર્મશાલામાં મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 05 May 2024 07:14 PM
ચેન્નાઈએ પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સે IPL-2024ના પ્લેઑફ માટે પોતાની આશા મજબૂત કરી છે. ટીમે વર્તમાન સિઝનની 53મી મેચમાં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ચેન્નઈના 11 મેચ બાદ 12 પોઈન્ટ છે.

પંજાબનો સ્કોર 105/8

16 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 8 વિકેટે 105 રન છે. પંજાબને જીતવા માટે 24 બોલમાં 63 રન બનાવવાની જરૂર છે અને માત્ર બે વિકેટ બાકી છે. રાહુલ ચહર સાત બોલમાં 15 રન બનાવીને રમતમાં છે. જ્યારે હરપ્રીત બ્રાર બે બોલમાં એક રન પર છે.

પંજાબ કિંગ્સનો સ્કોર 11 ઓવરમાં 5 વિકેટે 75 રન

રવિન્દ્ર જાડેજાએ 11મી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. પંજાબ કિંગ્સનો સ્કોર 11 ઓવરમાં 5 વિકેટે 75 રન છે. સેમ કરન આઠ બોલમાં છ રન અને આશુતોષ શર્મા પાંચ બોલમાં ત્રણ રન પર છે.

રિલે રોસો શૂન્ય પર આઉટ

બીજી ઓવરમાં તુષાર દેશપાંડેએ પંજાબ કિંગ્સને બે મોટા ઝટકા આપ્યા હતા. બેયરસ્ટોને આઉટ કર્યા બાદ તુષાર દેશપાંડેએ પણ રિલે રોસોને બોલ્ડ કર્યો હતો. રોસો શૂન્ય પર આઉટ થયો હતો.

ચેન્નાઈએ પંજાબને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો

પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 9 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. એક સમયે ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 60 રન હતો, પરંતુ વચ્ચેની ઓવરોમાં સતત વિકેટ પડવાના કારણે તેઓ મોટો સ્કોર કરી શક્યા ન હતા. ચેન્નાઈ તરફથી કેપ્ટન ગાયકવાડે 32 રન, ડેરીલ મિશેલે 30 રન અને રવિન્દ્ર જાડેજાએ 43 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબ કિંગ્સ તરફથી હર્ષલ પટેલ અને રાહુલ ચહરે 3-3 વિકેટ લીધી હતી.

ચેન્નાઈનો સ્કોર 149/6

18 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 6 વિકેટે 149 રન છે. રવિન્દ્ર જાડેજા 21 બોલમાં 30 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. શાર્દુલ ઠાકુર આઠ બોલમાં 17 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે.

ચેન્નાઈનો સ્કોર 99/4

12 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 4 વિકેટે 99 રન છે. રવિન્દ્ર જાડેજા સાત બોલમાં બે ચોગ્ગા સાથે 10 રન પર છે. મોઈન અલી 17 બોલમાં 16 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 19 બોલમાં 24 રનની ભાગીદારી થઈ હતી.

શિવમ દુબે ઝીરો પર આઉટ


આઠમી ઓવરના પહેલા બોલ પર CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યા બાદ રાહુલ ચહરે બીજા બોલ પર શિવમ દુબેને આઉટ કરીને સતત બીજી વિકેટ લીધી હતી. શિવમ પ્રથમ બોલ પર જ જીતેશ શર્માના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો અને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.




 
. 6 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટે 60 રન

પાવરપ્લેની છેલ્લી ઓવર હરપ્રીત બ્રારે ફેંકી હતી. આ ઓવરમાં ત્રણ ફોર અને એક સિક્સર આવી હતી. 6 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટે 60 રન છે. મિશેલ 13 બોલમાં 25 રન અને ગાયકવાડ 16 બોલમાં 25 રન બનાવીને રમતમાં છે.

અજિંક્ય રહાણે 9 રન બનાવીને આઉટ થયો

ચેન્નઈની પ્રથમ વિકેટ બીજી ઓવરના પાંચમાં બોલ પર પડી હતી. અજિંક્ય રહાણે 9 રન બનાવીને આઉટ થયો હતો. તેને અર્શદીપ સિંહે કાગિસો રબાડાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ-11

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, રિચર્ડ ગ્લેસન અને તુષાર દેશપાંડે.

પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11

સેમ કરન (કેપ્ટન), જોની બેયરસ્ટો, રિલી રૂસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, રાહુલ ચહર, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2024, PBKS vs CSK LIVE Score: IPL 2024 ની 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ધર્મશાલામાં રમાશે. રવિવારે બપોરે રમાનાર આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થઈ શકે છે. પંજાબે છેલ્લી મેચમાં CSKને હરાવ્યું હતું. હવે ઋતુરાજ ગાયકવાડની ટીમ બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.


ચેન્નાઈએ આ સિઝનમાં 10 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેઓએ 5 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈને છેલ્લી મેચમાં પંજાબે 7 વિકેટે હરાવ્યું હતું. CSKની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. મથિષા પથિરાના પરત ફરી શકે છે. તુષાર દેશપાંડે ફ્લૂને કારણે છેલ્લી મેચમાં રમી શક્યો નહોતો. તે પરત આવી શકે છે. મુસ્તાફિઝુર રહેમાન આ મેચમાં નહીં રમે. તે બાંગ્લાદેશ પરત ફર્યો છે.


પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. હાલમાં તે પરત ફરે તેવી અપેક્ષા નથી. જોની બેરસ્ટો અને પ્રભસિમરન સિંહ આ મેચમાં ટીમ માટે ઓપનિંગ કરી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં જીતેશ શર્મા અને શશાંક સિંહનું સ્થાન લગભગ નિશ્ચિત છે. કાગીસો રબાડા અને હર્ષલ પટેલની જગ્યાઓ પણ લગભગ નિશ્ચિત છે. પંજાબે આ સિઝનમાં 10 મેચ રમી છે. આ દરમિયાન તેણે 4 મેચ જીતી છે. તે જ સમયે, તેને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.