SRH vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ હૈદરાબાદને 35 રને હરાવ્યું
SRH vs RCB Live Score IPL 2024: અહીં તમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
SRH vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું છે. પહેલા રમતા આરસીબીએ નિર્ધારિત 20 ઓવરમાં 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. બીજી તરફ, લક્ષ્યનો પીછો કરતી વખતે SRHની શરૂઆત સારી રહી ન હતી કારણ કે ટીમે 50 રનની અંદર 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ટીમ સતત સંઘર્ષ કકતી જોવા મળી અને આખરે 35 રનથી હારનો સામનો કરવો પડ્યો.
સનરાઇઝર્સ હૈદરાબાદે 10મી ઓવરમાં 85 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. કર્ણ શર્માએ અબ્દુલ સમદને પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો. સમદ છ બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. 10 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 6 વિકેટે 89 રન છે.
પાંચમી ઓવરમાં સ્વપ્નિલ સિંહે 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. પહેલા તેણે ફુલ ટોસ બોલ પર માર્કરમને LBW આઉટ કર્યો અને પછી હેનરિક ક્લાસેનને કેચ આઉટ કરાવ્યો. ક્લાસેન ત્રણ બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. હૈદરાબાદનો સ્કોર 5 ઓવરમાં 4 વિકેટે 56 રન છે.
હૈદરાબાદે ચોથી ઓવરમાં 37 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. અભિષેક શર્મા 13 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. આ પહેલા ટ્રેવિસ હેડ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. આરસીબી માટે રજત પાટીદારે માત્ર 20 બોલમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 43 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. અંતમાં કેમેરોન ગ્રીન 20 બોલમાં 37 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીએ વધુ એક અડધી સદી ફટકારી છે. આ તેની ટી20 કારકિર્દીની 94મી અડધી સદી છે. તે 40 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન બનાવીને રમતમાં છે. કેમેરોન ગ્રીન પણ ત્રણ બોલમાં ત્રણ રન પર છે. બેંગલુરુનો સ્કોર 14 ઓવરમાં 3 વિકેટે 136 રન છે.
11મી ઓવરમાં રજત પાટીદારે મયંક માર્કંડે પર સતત 4 સિક્સર ફટકારી હતી. 11 ઓવર પછી બેંગલુરુનો સ્કોર 2 વિકેટે 121 રન છે. રજત પાટીદાર 15 બોલમાં 46 રન સુધી પહોંચી ગયો છે. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે. કિંગ કોહલી 30 બોલમાં 43 રન બનાવીને રમતમાં છે. તેના બેટમાંથી અત્યાર સુધીમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો આવી ચૂક્યો છે.
બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ સામે સારી શરૂઆત કરી હતી. ટીમે 6 ઓવરમાં એક વિકેટે 61 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી અને વિલ જેક ક્રિઝ પર છે, જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 25 રન બનાવીને આઉટ થયો હતો.
ટી નટરાજને બેંગલુરુને પહેલો ઝટકો આપ્યો હતો. ફાફ ડુ પ્લેસિસ 12 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. પ્લેસિસના બેટમાંથી 3 ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. 4 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટે 49 રન છે.
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.
પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે અને ટી નટરાજન.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. RCBએ પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે SRHએ વોશિંગ્ટન સુંદરના સ્થાને જયદેવ ઉનડકટને સામેલ કર્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. RCBએ પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે SRHએ વોશિંગ્ટન સુંદરના સ્થાને જયદેવ ઉનડકટને સામેલ કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2024, SRH vs RCB LIVE Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLની સૌથી વધુ પસંદ કરાયેલી ટીમોમાંની એક છે. 2008થી ટૂર્નામેન્ટમાં રમી રહેલી બેંગલુરુની ટીમ હજુ સુધી એક પણ ટ્રોફી જીતી શકી નથી, પરંતુ તેમ છતાં ફ્રેન્ચાઇઝી માટે ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ અને પ્રેમ જોવા મળી રહ્યો છે. હવે આજે ટીમ ટુર્નામેન્ટમાં 250મી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ મેચ દ્વારા, બેંગલુરુ IPL 2024 ની બીજી જીત મેળવવા માંગે છે. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાશે.
RCBના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે ટીમ IPLની 250 મેચ રમશે. આજે (25 એપ્રિલ, ગુરુવાર) IPL 2024માં 41મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં બેંગલુરુની ટીમ તેની 250મી મેચમાં જીત નોંધાવવામાં સફળ રહેશે કે નહીં.
હૈદરાબાદ સામે છેલ્લી મેચ હારી
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં હૈદરાબાદ સામે રમાયેલી છેલ્લી મેચમાં બેંગલુરુને હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદ 25 રનથી જીત્યું હતું. 15 એપ્રિલે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 287/3 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમ 20 ઓવરમાં 262/7ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી.
ટીમની હાલત ખરાબ છે
તમને જણાવી દઈએ કે બેંગલુરુએ આ સિઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે. આ મેચોમાં ટીમને માત્ર 1 જીત મળી છે. ટીમે તેની એકમાત્ર જીત પંજાબ કિંગ્સ સામે નોંધાવી હતી. ટીમને છેલ્લી સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુએ હાર સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં ફાફની કપ્તાનીમાં આરસીબીએ પંજાબને હરાવ્યું હતું. પરંતુ આ પછી ટીમ એક પણ જીત મેળવી શકી ન હતી. આમ જોવા જઈએ તો આરસીબીની સફર લગભગ પુરી થઈ ગઈ છે. જો કે, સતત હાર બાદ પણ આરસીબીના ફેન્સમાં કોઈ ઘટાડો નોંધાયો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -