IPL 2025 Retention List For Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે રીટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે. ફ્રેન્ચાઇઝીએ કુલ પાંચ ખેલાડીઓને રિટેન કર્યા, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહના નામનો સમાવેશ થાય છે. આ યાદી સાથે મુંબઈએ રોહિત શર્માને રિલીઝ કરવાની અફવા પર બ્રેક લગાવી દીધી છે.


મુંબઈએ રોહિત શર્માને જાળવી રાખ્યો હતો. આ સિવાય હાર્દિક પંડ્યા પણ ટીમની રિટેન્શન લિસ્ટનો એક ભાગ હતો. નોંધનીય બાબત એ છે કે MI એ તમામ કેપ્ડ ખેલાડીઓને જ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.


 






રિટેન્શન લિસ્ટમાં મુંબઈએ જસપ્રિત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને 16.35-16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યા હતા. આ સિવાય રોહિત શર્માને 16.30 કરોડ રૂપિયા આપીને રિટેન કરવામાં આવ્યો હતો. બાકીના તિલક વર્માને સૌથી ઓછી રૂ. 8 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા હતો. મુંબઈએ રિટેન્શનમાં કુલ રૂ. 75 કરોડ ખર્ચ કર્યા હતા.


પર્સમાં 45 કરોડ બાકી 


IPL 2025માં પાંચ ખેલાડીઓને જાળવી રાખ્યા બાદ હવે મુંબઈ પાસે માત્ર 45 કરોડ રૂપિયા બચ્યા છે. હવે મુંબઈની ટીમ 45 કરોડ રૂપિયાના પર્સ સાથે IPL 2025ની મેગા ઓક્શનમાં ઉતરશે.


રિટેન્શન પર મુંબઈનું રિએક્શન


મુંબઈ દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓ પર પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં મુંબઈએ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની એક તસવીર શેર કરી હતી. ફોટોને કેપ્શન આપવામાં આવ્યું હતું, "રિટેન." તેણે આગળ લખ્યું,અમે હંમેશા માનીએ છીએ કે પરિવારની તાકાત તેના મૂળમાં રહેલ છે અને તાજેતરની ઘટનાઓ દરમિયાન આ માન્યતા વધુ મજબૂત બની છે.


મુંબઈએ આ ખેલાડીઓને રિલીઝ કર્યા


દેવાલ્ડ બ્રુઈસ, ઈશાન કિશન, ટિમ ડેવિડ, હાર્વિક દેસાઈ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, લ્યુક વૂડ, રોમારીયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, નુવાન તુષારા,અંશુલ કંબોઝ,મોહમ્મદ નબી, શિવાલિક શર્મા, ક્વેના મફાકા, નમન ધીર.


આ પણ વાંચો...


IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી