Yuvraj Singh IPL 2025: દિલ્હી કેપિટલ્સ IPL 2025 પહેલા ટીમમાં ઘણા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. મેગા ઓક્શનમાં દિલ્હી ઘણા મોટા ખેલાડીઓ પર દાવ લગાવશે. આ સાથે કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર દિલ્હીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ સાથે વાત કરી છે. દિલ્હી ફ્રેન્ચાઈસી યુવરાજ સિંહને કોચ તરીકે નિયુક્ત કરવાની તૈયારી કરી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
સ્પોર્ટસ્ટારના એક સમાચાર મુજબ દિલ્હીએ યુવરાજ સિંહ સાથે કોચિંગની ભૂમિકાને લઈને વાતચીત શરૂ કરી છે. દિલ્હીની સાથે ગુજરાત ટાઇટન્સ પણ યુવી સાથે વાત કરી શકે છે. તે તેને આશિષ નેહરાના સ્થાને કોચ પદની ઓફર કરી શકે છે. યુવી અનુભવી ખેલાડી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે તેણે આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. યુવીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. હવે તે કોચિંગ રોલમાં જોવા મળી શકે છે.
આવી રહી છે દિલ્હીની અત્યાર સુધીની સફર
દિલ્હી કેપિટલ્સ માટે છેલ્લી સિઝન કંઈ ખાસ ન હતી. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ટીમ છઠ્ઠા સ્થાને હતી. દિલ્હીએ 14 મેચ રમી હતી. આ દરમિયાન 7 મેચ જીતી અને 7 હાર્યા. 2023માં ટીમ નવમા સ્થાને હતી. તેણે આ સિઝનમાં 14 મેચ રમી અને 4માં જીત મેળવી. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2020 દિલ્હી માટે શાનદાર રહ્યું. ટીમે 14 મેચ રમી અને 8માં જીત મેળવી. ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જો કે, અહીં તેને મુંબઈએ હરાવી હતી.
યુવરાજની કારકિર્દી શાનદાર રહી છે -
તમને જણાવી દઈએ કે,યુવરાજ સિંહની ગણતરી ભારતના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડરમાં થાય છે. તે બે વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો છે અને બન્નેમાં મેમ ઓફ ધ સિરીઝ રહ્યો છે. યુવરાજની કારકિર્દી પર નજર કરીએ તો તે શાનદાર રહી છે. યુવીએ આઈપીએલમાં 132 મેચ રમી છે. આ દરમિયાન 2750 રન બનાવ્યા. યુવરાજે IPLમાં 13 અડધી સદી ફટકારી હતી. તેણે બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 36 વિકેટ પણ લીધી. યુવરાજે ભારત માટે 58 T20 અને 304 ODI મેચ પણ રમી છે.
આ પણ વાંચો...