મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે આજે ગુરૂવારે બપારે પછી થનારી હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલની ઊંચી બોલી લાગી શકે છે. સાથે સાથે ભારતવના કેટલાક યુવા ક્રિકેટરો પર પણ સોની નજર છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનારા સ્થાનિક ખેલાડીઓને પણ ફ્રેન્ચાઈઝી ઉંચા ભાવે ખરીદી શકે છે ને તેમાં એક શાહરૂખ ખાન છે. શાહરૂખ ખાનને ધોનીની ટીમ  ખરીદી શકે છે.


શાહરૂખ ખાન તમિલનાડુનો ખેલાડી છે. ભારતમાં સ્થાનિક ટીમો વચ્ચે રમાતી ટી 20 સેમ્પિયનશીપ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટી-20 ફાઇનલમાં 7 બોલમાં 18 રન ફટકારી પ્રકાશમાં આવેલો શાહરૂખ તોફાની બેટ્સમેન તરીકે જાણીતો છે. આ પહેલાં શાહરૂખે તમિલનાડુની ટીમને સેમી ફાઇનલ માટે ક્વોલિફાઈ કરવામાં પણ મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં હિમાચલ પ્રદેશ સામે ફક્ત 19 બોલમાં 40 રન ફટકારી તમિલનાડુને વિજય અપાવ્યો હતો. શાહરૂખ સ્વાભાવિક રીતે ચેન્નાઈ સુપરકિંગ્સની નજરમાં હશે, કારણ કે ગયા વર્ષે ટીનું પર્ફોર્મન્સ નબળું હતું.

ઓસ્ટ્રેલિયા સામેની સિરઝ જીતના હીરોને પહેલી બે ટેસ્ટમાં ના રમાડ્યો ને હવે પડતો મૂક્યો,  BCCIનો  વિચિત્ર નિર્ણય

IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી