IPL Auction 2022 Live Updates: ઓલરાઉન્ડર રાહુલ તેવટીયાને ગુજરાત ટાઇટન્સે 9 કરોડમાં ખરીદ્યો
IPL 2022 Mega Auction News & Highlights:આ મેગા ઓક્શન બેંગલુરુમાં યોજાશે. તેનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ દ્ધારા કરવામાં આવશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સીઝનની હરાજીના પ્રથમ દિવસનો અંત આવ્યો છે. હવે આવતીકાલે બપોરે 12 વાગ્યાથી મેગા ઓક્શન શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ દિવસે સૌથી વધુ ખેલાડીઓ ખરીદ્યા હતા. ઈશાન કિશન આજે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે અવેશ ખાન સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. તેને લખનઉએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અંકિત સિંહ રાજપૂતને લખનઉ 50 લાખમાં ખરીદ્યો, તુષાર દેશપાંડને ચેન્નઈ સુપર કિંગ્સે 20 લાખમાં ખરીદ્યો
નૂર અહમદને ગુજરાત ટાઈટન્સે 30 લાખમાં ખરીદ્યો છે.
ફાસ્ટ બોલર અવેશ ખાનને લખનઉની ટીમે 10 કરોડમાં ખરીદ્યો છે. અવે ખાનની બેઈઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા છે.
IPL Auction 2022 Live Updates: ઓલરાઉન્ડર રાહુલ તેવટીયાને ગુજરાત ટાઇટન્સે 9 કરોડમાં ખરીદ્યો
શાહરૂખ ખાનને 9 કરોડમાં પંજાબે ખરીદ્યો, સરફરાઝ ખાનને દિલ્હી કેપિટલે 20 લાખમાં ખરીદ્યો
રાહુલ ત્રિપાઠીને 8 કરોડ 50 લાખમાં સનરાઈઝ હૈદરાબાદે ખરીદ્યો, સી હરિ નિશાંત UNSOLD રહ્યો છે.
અશ્વિન હેબર દિલ્હી કેપિટલે 20 લાખમાં ખરીદ્યો, અનમોલપ્રીત સિંહ UNSOLD
સુરેશ રૈના આજે અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
તાજેતરમાં જ ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરનાર દીપક હુડ્ડાને લખનઉની ટીમે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
દેવદત્ત પડિક્કલને આઇપીએલની ટીમ રાજસ્થાને 7.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ગુજરાતી ફાસ્ટ બોલર હર્ષલ પટેલને પોતાની ટીમમાં સમાવવા સનરાઇઝર્સ અને આરસીબી વચ્ચે રેસ જામી હતી. અંતમાં આરસીબી હર્ષલ પટેલને 10.75 કરોડમાં ખરીદવામાં સફળ રહી હતી.
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને લખનઉ સુપરજાયન્ટસે 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
નીતિશ રાણાને 8 કરોડ રૂપિયામાં કોલકત્તાએ ખરીદ્યો છે.
ચેન્નઇ સુપર કિંગ્સે બ્રાવોને 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ચેન્નઇ સુપરકિંગ્સે રોબિન ઉથપ્પાને બે કરોડમાં ખરીદ્યો છે. શિમરોન હેટમેરને રાજસ્થાને 8.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મનીષ પાંડેને લખનઉની ટીમે 4.60 કરોડમાં ખરીદ્યો છે.
જેસન રોયનને ગુજરાત ટાઇટન્સે બે કરોડમાં ખરીદ્યો છે.
સાઉથ આફ્રિકાના આક્રમક બેટ્સમેન ડેવિડ મિલર, સુરેશ રૈના અને સ્ટીવ સ્મિથને કોઇ ખરીદદાર મળ્યો નહી.
ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નરને દિલ્હીએ 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ઝડપી બોલર મોહમ્મદ શમીને ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સાઉથ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડૂ પ્લેસિસને આરસીબીએ સાત કરોડમાં ખરીદ્યો
ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને ખરીદવા માટે દિલ્હી, બેંગલુરુ અને કોલકત્તા વચ્ચે રેસ લાગી હતી. આખરે કોલકત્તાએ 12.25 કરોડ રૂપિયામાં ઐય્યરને ખરીદી લીધો છે.
IPL Auction Live Updates: ન્યૂઝિલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ડ બોલ્ડને રાજસ્થાન રોયલ્સે આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઝડપી બોલર કગિસો રબાડાને પંજાબ કિંગ્સે રબાડાને 9.25 કરોડમાં ખરીદ્યો છે.
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન કમિન્સને કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો છે. કમિન્સને 7.25 કરોડ રૂપિયામાં ખરીદાયો છે.
આર.અશ્વિન માટે બે કરોડથી બોલીની શરૂઆત થઇ હતી. રાજસ્થાન રોયલ્સે અશ્વિનને પાંચ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
શિખર ધવનને પંજાબ કિંગ્સે સવા આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શિખર ધવનને બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા હતી.
કોલકત્તાના નાઇટ રાઇડર્સના માલિક અને સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન, દીકરી સુહાના ખાન પણ આઇપીએલ ઓક્શનમાં પહોંચ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ સહિતની 10 ટીમો ઓક્શનમાં ભાગ લેશે
બ્રેકગ્રાઉન્ડ
IPL Mega Auction 2022: IPLની 15મી સીઝન માટે આજથી ભારતીય અને વિદેશી ખેલાડીઓની હરાજી શરૂ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સીઝન માટે ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI)ની આ છેલ્લી હરાજી હશે, કારણ કે તે તેને સમાપ્ત કરવાની યોજના ધરાવે છે. વાસ્તવમાં, મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓ તેમના કાયમી સંયોજન સાથે છેડછાડ કરવા માંગતા નથી, તેથી મેગા હરાજી છેલ્લી વખત યોજવામાં આવશે.
આજે સવારે 11 વાગ્યાથી મેગા ઓક્શનનો કાર્યક્રમ શરૂ થશે. આ વખતે હરાજી મોટા પાયે થશે, જેના કારણે હરાજી બે દિવસ (12 અને 13 ફેબ્રુઆરી) સુધી યોજાશે. આ વખતે કુલ 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. જેમાં 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ પહેલા તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ અને ડ્રાફ્ટમાં સામેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી.
આ મેગા ઓક્શન બેંગલુરુમાં યોજાશે. તેનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ દ્ધારા કરવામાં આવશે. દર્શકો તેને ડિઝની-હોટસ્ટારની એપ્લિકેશન પર પણ લાઈવ જોઈ શકશે. હરાજી બપોરે 12 વાગ્યે શરૂ થશે.
હરાજી માર્કી ખેલાડીઓ પર બિડિંગ સાથે શરૂ થશે, આ યાદીમાં શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન, ક્વિન્ટન ડી કોક, મોહમ્મદ શમી, કાગિસો રબાડા, શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે અને ટીમો આ તમામ ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -