IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા.
આઈપીએલ હરાજીના ઈતિહાસમાં સૌથી સફળ બે ફ્રેન્ચાઇઝીએ કોઈ ખેલાડીને ખરીદવા પ્રથમ વખત 10 કરોડથી વધુ રકમ ખર્ચી હતી. આઈપીએલમાં સૌથી વધુ વખત વિજેતા બનનારી મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડમાં ઈશાન કિશનને કરારબદ્ધ કર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે દીપક ચાહરને 14 કરોડમાં ખરીદ્યો હતો.
હરાજીમાં રૈના સહિત આ સ્ટાર્સને કોઈએ ખરીદ્યા નહી
આઇપીએલની હરાજીના પ્રથમ રાઉન્ડમાં સ્ટાર ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહતા. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબનો પણ સમાવેશ થતો હતો. ચેન્નાઈના રૈનાને પણ કોઈ ખરીદવા તૈયાર થયું નહતુ. આ ઉપરાંત ઉમેશ યાદવ, મિલર, મોહમ્મદ નાબી , મેથ્યૂ વેડ, સાહા, બિલિંગ, આદિલ રાશિદ, મુજીબ, ઈમરાન તાહીર, ઝામ્પા અને અમિત મિશ્રા અનસોલ્ડ રહ્યા હતા.
કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે બાકી
- પંજાબ કિંગ્સઃ 28 કરોડ 65 લાખ
- મુંબઈ ઈન્ડિયન્સઃ 27 કરોડ 85 લાખ
- ચેન્નઈ સુપર કિંગ્સઃ 20 કરોડ 45 લાખ
- સનરાઇઝર્સ હૈદરાબાદઃ 20 કરોડ 15 લાખ
- ગુજરાત ટાઈટન્સઃ 18 કરોડ 85 લાખ
- દિલ્હી કેપિટલ્સઃ 16 કરોડ 50 લાખ
- કોલકતા નાઇટ રાઇડર્સછ 12 કરોડ 65 લાખ
- રાજસ્થાન રોયલ્સઃ 12 કરોડ 15 લાખ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 9 કરોડ 25 લાખ
- લખનઉ સુપર જાયન્ટ્સઃ 6 કરોડ 90 લાખ