IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા.

કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે બાકી

  • પંજાબ કિંગ્સઃ 28 કરોડ 65 લાખ
  • મુંબઈ ઈન્ડિયન્સઃ 27 કરોડ 85 લાખ
  • ચેન્નઈ સુપર કિંગ્સઃ 20 કરોડ 45 લાખ
  • સનરાઇઝર્સ હૈદરાબાદઃ 20 કરોડ 15 લાખ
  • ગુજરાત ટાઈટન્સઃ 18 કરોડ 85 લાખ
  • દિલ્હી કેપિટલ્સઃ 16 કરોડ 50 લાખ
  • કોલકતા નાઇટ રાઇડર્સછ 12 કરોડ 65 લાખ
  • રાજસ્થાન રોયલ્સઃ 12 કરોડ 15 લાખ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 9 કરોડ 25 લાખ
  • લખનઉ સુપર જાયન્ટ્સઃ 6 કરોડ 90 લાખ

આ ખેલાડીઓ પર રહેશે નજર

ભારતીયઃ ઈશાંત શર્મા, અજિંકય રહાણે, એસ શ્રીસંત, પીયૂષ ચાવલા, જયંત યાદવ, જયદેન ઉનડકટ, ચેતેશ્વર પુજારા, શિવમ દુબે, વિજય શંકર, હનુમા વિહારી, મુરલી વિજય, યશ ધૂલે, અર્જુન તેંડુલકર

વિદેશીઃ જોફ્રા આર્ચર, ડેવિડ મલાન, સાકિબ મહમૂદ, એરોન ફિંચ, ઈઓન મોર્ગન, જિમી નિશમ, ટીમ સાઉથી, કોલિન મુનરો, માર્નસ લાબુશેન, લિયામ લિંવગસ્ટોન, ઓડીન સ્મિથ, ડેવોન કોન્વે, માર્ટિન ગુપ્ટિલ, ફેબિયન એલેન, લુંગી એનગિડી

ઈશાન કિશન બીજો સૌથી મોંઘો ભારતીય

 દિલ્હી કેપિટલ્સે પ્રથમ દિવસે સૌથી વધુ ખેલાડીઓ ખરીદ્યા હતા. ઈશાન કિશન આજે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે અવેશ ખાન સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. તેને લખનઉએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.